GSTV

કોંગ્રેસના નેતાઓ જ મારી સરકાર ગબડાવી રહ્યા હોવાનો બળાપો ઠાલવનારને એક જીતે આપ્યું જીવતદાન

રાજસ્થાન વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસ એક પર વિજયી થતાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને હાલ તુરત તો જીવનદાન મળ્યું હતું. મંડાવા બેઠક પર ભાજપની સુશીલા શીંગડાને હરાવીને કોંગ્રેસની ટીટા ચૌધરીએ 33 હજાર સાતસો મતથી વિજય મેળવ્યો હતો એટલે ગેહલોત ખુશ હતા. ખીંવસર બેઠક ભાજપ અને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીને સહિયારી મળી હતી.

છેલ્લા થોડા સમયથી જ્યોતિરાદિત્ય સિંધિયા, પીઢ કોંગ્રેસી દિગ્વિજય સિંઘ અને સચિન પાઇલટ જેવા નેતાઓ ગેહલોતની પાછળ પડી ગયા હતા. ગેહલોતે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ફરિયાદ પણ કરી હતી કે કોંગ્રેસના જ નેતાઓ મારી સરકારને ગબડાવી દેવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે લોકસભાની ચૂંટણીમાં પક્ષના પરાજય પછી સોનિયા અને રાહુલ અન્ય કાર્યોમાં વ્યસ્ત હોવાથી ગેહલોતની ફરિયાદનું કશું વળ્યું નહોતું.

હવે મંડાવા બેઠક પર કોંગ્રેસની ઉમેદવા વિજયી નીવડતાં હાલ તુરત તો ગેહલોત સામેનો વિરોધ શમી જશે. અત્યારે એ વાતથી ગેહલોત ખુશ છે. બીજી બેઠક પણ એેકલે હાથે ભાજપને મળી નથી એ કોંગ્રેસ પક્ષ માટે બહુ મોટું આશ્વાસન છે.

READ ALSO


Related posts

જાણો આંખની સામે શા માટે દેખાય છે તરતાં ધાબા

Arohi

જે છોકરીનું નામ રાહુલ ગાંધી સાથે જોડાયું હતું તે હવે આ ધારાસભ્ય સાથે લગ્ન કરી રહી છે

Mayur

‘આ તો બિરિયાનીનો કમાલ છે…’ ઇશાંત શર્માએ માગી બૉલીંગ ટિપ્સ તો શમીએ આપ્યો જબરદસ્ત જવાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!