GSTV
Ajab Gajab Trending

અહો આશ્ચર્યમ / જયપુરના આર્ટિસ્ટે ચોખાના દાણાથી પણ વામન ચમચી બનાવી, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો

રાજસ્થાનના જયપુરના એક વ્યક્તિએ વિશ્વની સૌથી નાની લાકડાની ચમચી બનાવીને રેકોર્ડ બનાવ્યો છે. જયપુરના એક કલાકારે એક એવી ચમચી બનાવી છે જે ચોખાના દાણા કરતા પણ નાની સાઈઝની છે. આ ચમચીને દુનિયાની સૌથી નાની ચમચી કહેવામાં આવી રહી છે અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તરફથી આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, આર્ટિસ્ટનું નામ નવરતન પ્રજાપતિ છે અને તે રાજસ્થાનના જયપુરના છે. પોતાના ટેલેન્ટ દ્વારા દુનિયાની સૌથી નાની લાકડાની ચમચી બનાવી છે. ચમચીની લંબાઈ લગભગ 2 મીલીમીટર છે. 19 જાન્યુઆરીએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ દ્વારા તેમના સોશિયલ મીડિયા પર આ નવરતનને ચમચી બનાવતા બતાવવામાં આવી રહ્યો છે.

નવરતન પ્રજાપતિએ માત્ર 2 મીમી ઉંચાઈ અને 0.7 ઈંચ લાંબી ચમચી બનાવવા માટે ગીનીસ વર્લ્ડ રેકોર્ડ (GWR) માં સ્થાન મેળવ્યું હતું. GWR એ પ્રજાપતિનો ચમચી બનાવતો એક નાનો વીડિયો ટ્વીટ કર્યો છે. આ અગાઉ, GWR અનુસાર વિશ્વની સૌથી નાની ચમચીનો રેકોર્ડ ગૌરીશંકર ગુમ્માડીધલા દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેલંગાણાના કલાકારે 2021માં 4.5 મીમી લાંબી લાકડાની ચમચી બનાવી હતી.

READ ALSO

Related posts

પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી

Nelson Parmar

માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા

Nelson Parmar

મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી

Hardik Hingu
GSTV