GSTV

અસ્તિત્વની લડાઈ: આદિવાસી હિન્દુ નહીં હોવાનો દાવો ! આઝમગઢ કિલ્લા પર ફરકાવેલો ભગવો ઝંડો ફાડી નાખ્યો, પૂજા કરવા માગતા સાંસદની ધરપકડ

Last Updated on August 1, 2021 by Pravin Makwana

રાજસ્થાનના જયપુરમાં ભાજપ સાંસદ કિરોડી લાલ મીણાને રોકવા છતાં પણ આઝમગઢ કિલ્લા પર ઝંડો ફરકાવ્યો હતો. તે આઝમગઢ કિલ્લામાં પૂજા કરવા માગતા હતા, પણ પોલીસે તેમને ત્યાં પહોંચે તે પહેલા જ અટકાવી દીધા હતા.

આઝામગઢ કિલ્લા પર ઝંડો ફરકાવવાનો મામલો વધતો જાય છે. કોંગ્રેસ ધારાસભ્ય રામકેશ મીણાએ અગાઉ કથિત તરીકે આઝમગઢ કિલ્લા પર લગાવેલો ભગવો ઝંડો ફાડી નાખ્યો હતો. તે બાદ કિરોડી લાલ મીણાએ મીણા સમાજ (આદિવાસી)નો ઝંડો આઝમગઢ કિલ્લા પર ફરકાવ્યો હતો. પોલીસ કિરોડી લાલ મીણાને રોકે તે પહેલા રોક લગાવી હોવા છતાં પણ તેમણે મનમાની કરીને ઝંડો ફરકાવ્યો હતો.

પોલીસે આ ઘટના બાદ તેમની ધરપકડ કરી લીધી છે. જ્યારે ભાજપ સાંસદનો દાવો છે કે, તેમને ધરપકડ કરવામાં આવ્યા છે. તેમને ટ્વિટ કરીને ઝઁડો ફરકાવાનો વીડિયો શેર કર્યો છે. અને લખ્યુ છે કે, મને આઝમગઢ કિલ્લામાંથી ધરપકડ કરી લેવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે, રાજસ્થાનમાં મીણાઓનો એક વર્ગ આરએસએસ સહિત હિન્દુ સંગઠનો સાથે સંઘર્ષમાં ઉતર્યા છે. દાવો કરી રહ્યા છે કે, મીણાઓની એક અલગ આગવી ઓળખાણ છે અને તેઓ હિન્દુ નથી. મીણા સમુદાયના નેતા અને ધારાસભ્ય રામકેશ મીણા દ્વારા થોડા દિવસ પહેલા કથિત રીતે ભગવો ઝંડો ફાડ્યા બાદ વિવાદ ઊભો થયો હતો.

READ ALSO

Related posts

આ દુકાનમાં મળે છે સોનાથી બનેલ ‘ગોલ્ડન મોદક’: કિંમત અને વિશેષતા જાણીને ચોંકી જશો તમે

Vishvesh Dave

ચીનની મોટી છલાંગ / 90 દિવસની અકવાસી સફર ખેડી 3 ચાઈનીઝ એસ્ટ્રોનોટ ધરતી પર પરત ફર્યા

Pritesh Mehta

હાઈકોર્ટે આપ્યો પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ, માતા-પિતાને દરરોજ આપતો હતો પીડા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!