GSTV
Home » News » મારી ટીકિટ કપાવવા પાછળ જંયતિ કાવડિયા અને ધનજી પટેલનો હાથ : દેવજી ફતેપરા

મારી ટીકિટ કપાવવા પાછળ જંયતિ કાવડિયા અને ધનજી પટેલનો હાથ : દેવજી ફતેપરા

સુરેન્દ્રનગર બેઠક પરથી ટિકિટ કપાતાં નારાજ થયેલા સાંસદ દેવજી ફતેપરાએ બળાપો કાઢ્યો. અને હવે ભાજપ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. તેમણે ટિકિટ ન મળતાં સીધો ભાજપના નેતા જયંતી કાવડિયા અને ધનજી પટેલ સામે આક્ષેપ કરીને રોષ ઠાલવ્યો. તેમણે કહ્યું કે ટિકિટ કપાવવા પાછળ જંયતિ કાવડિયા અને ધનજી પટેલનો હાથ છે. તો સેન્સ પ્રક્રિયાને તેમણે નાટક ગણાવી.

ફતેપરાએ એવો પણ આક્ષેપ કર્યો કે પૈસાના જોરે બધુ ગોઠવીને મારું પત્તુ કાપવામાં આવ્યું.. તેમણે એવુ કહ્યું કે 80 ટકા સેન્સ મારી તરફેણમાં હતી. પરંતુ જયંતિ કાવડિયા અને ધનજી પટેલના ઈશારે ટિકિટ આપવામાં ન આવી. તો તેમણે કુંવરજી બાવળિયા સામે પણ નિશાન તાકીને કહ્યું કે કુંવરજી બાવળીયા ભલે ભાજપમાં આવ્યા હોય.

પરંતુ તેમને આગામી સમયમાં તેના પરિણામ ભોગવવા તૈયાર રહેવુ પડશે. નારાજ થયેલા ફતેપરાએ પોતાના સમાજનું એક સંમેલન બોલાવ્યું છે. અને સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીને કોઈ નિર્ણય કરશે.

READ ALSO

Related posts

મોદી મંચ પર રામલીલા બતાવે છે,મંચની પાછળ સીગારેટ પીવે છે: આ નેતાએ PM મોદી પર કર્યા આકરા પ્રહારો

Riyaz Parmar

Weather Update: આવતા 48 કલાકમાં આવી શકે છે આ વિસ્તારોમાં તોફાન, બાદમાં હવામાનમાં થશે ફેરફાર

Nilesh Jethva

ચૂંટણીમાં 742 કરોડ રોકડા પકડાયા : ડ્રગ્સ પકડાવાના મામલે ગુજરાત મોખરે, 524 કરોડનું ડ્રગ્સ પકડાયું

Mansi Patel