GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

અમદાવાદની પોળમાં જૈન સમાજની રથયાત્રાએ જમાવ્યું અનોખુ આકર્ષણ

જૈન સમાજની રથયાત્રાએ અમદાવાદના પોળમાં એવું તો આકર્ષણ જમાવ્યુ કે આ રથયાત્રામાં જોડાયેલા જૈન બંધુઓની સાથે મોટી સંખ્યામાં લોકો આ રથયાત્રાને નિહાળવા ઉમટી પડયા હતા.પાંચ કિલોમીટર લાંબી આ રથયાત્રામાં વિવિધ આકર્ષણે સૌ કોઇને મનભાવન લાગ્યા હતા.

આવા તો અનેક આકર્ષણોએ જૈન સમાજની રથયાત્રાને ખૂબજ ધ્યાન આકર્ષક બનાવી હતી.જેવી રીતે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે તેવી જ રીતે આ ભવ્ય યાત્રામાં જૈન સમાજના 63 સંઘો સદાચાર જીવદયાનો સંદેશ લઇને અમદાવાદના પોળ વિસ્તારમાં નગરચર્યાએ નીકળ્યા હતા. ભજન અને સ્તવનો સાથે જૈનોએ પાંચ કિલોમીટર લાંબી આ રથયાત્રામાં ભક્તિ-સદાચાર અને જીવદયાનો માર્ગ જ જૈન ધર્મ હોવાનો સંદેશ પ્રસરાવ્યો હતો.

પાંચ કિલોમીટર લાંબી આ રથયાત્રામાં ગજરાજ, ઉંટગાડી, ઘોડાગાડી, બળદ ગાડા સહિત અનેક મોંઘીદાટ કારનો કાફલો આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. તો આ ભવ્ય રથયાત્રામાં મોટી સંખ્યામાં બાળકો અને યુવાનો પણ જોડાયા હતા. વિવિધ વેશભૂષામાં સજ્જ બાળકોએ રથયાત્રામાં અનેરુ આકર્ષણ જમાવ્યું હતુ. આ રથયાત્રા દરમ્યાન જીવદયાનો સંદેશો પણ વહેતો મુકાયો. ઉપસ્થિત જૈનોએ પાંજરામાં કેદ પોપટને ખુલ્લા આકાશમાં મુક્ત કર્યા.

આ રથયાત્રામાં સીદી ધમાલ નૃત્યએ સૌ કોઇને ધ્યાન આકર્ષિત કર્યા હતા. તો આ તકે પરમ પૂજ્ય સાધ્વી મૈત્રીરત્નાશ્રીજી મહારાજની પ્રેરણાથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પૂર્વજોની અણમોલ ભેટ સ્વરૂપ વારસાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતી અતિતનો વારસો વર્તમાનનો વૈભવ પુસ્તકનું વિમોચન કરાયું.

તો આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ જે સમાજના છે તે નાથ સમાજના ઉપાધ્યક્ષ અને અલવરના સાંસદ મહંત બાલકનાથ ઉપસ્થિત રહ્યા છે. આમ સમગ્ર અમદાવાદમાં વિસ્તૃત થયેલા જૈન સમાજની એકતા પોળના પુરાતન જિનાલયોમાં પણ જોવા મળે તેવા શુભ આશય સાથે યોજાયેલી આ રથયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા જૈન બંધુઓ જૈન સમાજની એકતાને ચરિતાર્થ કરતા જોવા મળ્યા હતા.

READ ALSO

Related posts

પ્રેમીએ પ્રેમિકાને તેના જન્મદિવસે જ મોતને ઘાટ ઉતારી દીધી, આ હતું કારણ

Nilesh Jethva

કોરોનાનો ડર : આ દેશમાં ઘરમાં પણ આ વ્યક્તિ સાથે શારીરિક સંબંધો ગેરકાયદેસર ગણાશે

Dilip Patel

રિયલ લાઇફમાં અંગૂરી ભાભી શું કરી રહી છે? લોકડાઉનની તસવીરો તમને આશ્ચર્યમાં ગરકાવ કરી દેશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!