ઉત્તરપ્રદેશના લખનઉમાં કમલેશ તિવારીની હત્યા મામલે અમદવાદમાં હિંદુ સમાજ પાર્ટી દ્વારા આરોપીને સભ્ય બનાવવા અંગે તેમજ અન્ય બાબતની ચોખવટને લઈને પત્રકાર પરિષદનું આયોજન કર્યુ હતું. જેમાં હિંદુ સમાજ પાર્ટીના જૈમેની દવેએ ખુલાસો આપતાં કહ્યું કે, આ પાર્ટીમાં માત્ર હિંદુ સમાજના લોકોને જ એન્ટ્રી આપવામાં આવે છે.
આરોપી અસફાકે રોહિત સોલંકી નામ ધરાવતું આધાર કાર્ડ મોકલ્યું હતું, જેને લઈને તેને સભ્ય બનાવવામાં આવ્યો હતો. 10 દિવસ બાદ અસફાકનો મેસેજ આવ્યો હતો અને હિંદુ સમાજના કાર્યો કરવા માગતો હોવાનું જણાવ્યું હતું. આધાર કાર્ડમાં સુરતનું એડ્રેસ હતું તેથી જ તેને પ્રચારક તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય કાર્યક્રમમાં જવાની ઈચ્છા અસફાકને થઈ હતી અને તે તેના એક મિત્ર સાથે ગયો હતો.
આ ઉપરાંત અસફાકે નવા નંબરથી કોલ કરીને મોબાઈલ ચોરીનું જણાવ્યું હતું. આ ઉપરાંત જૈમીન દવેએ કહ્યું કે અસફાકે રોહીત સોલંકીના નામનો ઉપયોગ કર્યો હતો અને જ્યારે તે અમદાવાદ આવતો ત્યારે મને મળવાનો આગ્રહ રાખતો હતો. અસફાક અંગે કમલેશ તિવારીને કોઈ શંકા ગઈ ન હતી ત્યારે મને કઈ રીતે શંકા જાય તેમ પણ જૈમીન દવેએ કહ્યું હતું.
જૈમીન દવેએ પોતાની અને પરિવારની જીવની ચિંતા પણ વ્યક્ત કરી હતી. સાથે જ હત્યાના ચાર દિવસ પહેલાં જ ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હોવાની ચોખવટ કરી હતી.
Read Also
- ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રમાં 8 વિધેયક પાસ કરવા પર સરકારની નજર, કોંગ્રેસ પાસે ઘેરવા અખૂટ મુદ્દા
- આ તે કેવા લગ્ન… એક જ લગ્ન મંડપમાં વરરાજા બે વધૂ સાથે ફર્યો ફેરા
- વડોદરાનાં નરાધમો TV જોતા ન હોવાથી ખબર જ ન હતી કે પોલીસ એમને શોધે છે
- વડોદરા રેપ કેસના નરાધમોને લઈ પોલીસ પહોંચી હોસ્પિટલ, પાપીઓને જોવા લોકોનાં ટોળે ટોળા ઉમટ્યા
- બોડેલીની પ્રાથમિક શાળામાં શિક્ષક રંગરેલિયા મનાવતો હતો, સ્થાનિકોએ બહારથી દરવાજો બંધ કરી દીધો અને…