મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન અઠવાડિયામાં બીજીવાર બાથરૂમમાં છકર ખાઈને નીચે પડયા છે. સવારે જેલના બાથરૂમમાં પડી જતાં ઈજા થઈ હતી.આ પછી તેમને દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં તેમના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે, સત્યેન્દ્ર જૈન તિહારની જેલ નંબર 7માં બંધ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે સવારે 6 વાગ્યે બાથરૂમમાં ગયા હતા. અને ત્યાંજ ચક્કર આવતા પડી ગયા હતા. આ પહેલા પણ સત્યેન્દ્ર જૈન બાથરૂમમાં પડી ગયા હતા અને તેમને કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હતી. સત્યેન્દ્ર જૈનને અઠવાડિયામાં બીજી વખત હોસ્પિટલમાં જવું પડ્યું છે. સાવચેતીના પગલા રૂપે તેમને હોસ્પિટલ લઇ જય તમામ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સત્યેન્દ્ર જૈનને પણ કરોડરજ્જુની સર્જરી પણ કરાવવાની સલાહ ડોક્ટર તરફથી આપવામાં આવી છે. કરોડરજ્જુમાં સમસ્યાને કારણે તેઓ કમર ફરતે બેલ્ટ બાંધે છે.
દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન ગયા વર્ષે મે મહિનાથી તિહાર જેલમાં બંધ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં જ તેમની જામીન અરજીની સુનાવણી દરમિયાન તેમના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે સત્યેન્દ્ર જૈનનું વજન 35 કિલો ઘટી ગયું છે અને તેઓ હાડપિંજર જેવા થઈ ગયા છે. સોમવારે જ્યારે સત્યેન્દ્ર જૈનને સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે તેમની એક તસવીર સામે આવી હતી જેમાં તેઓ ખૂબ જ નબળા દેખાતા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અને તમામ AAP નેતાઓએ આ તસવીરની મદદથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે જૈનને જુલમ અને અત્યાચારનો શિકાર ગણાવ્યા હતા.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં