મહેલ જેવી દેખાતી આ જેલમાં રહે છે ફક્ત એક જ કેદી, ભારત સરકાર તમારી સેલરી કરતાં પણ કરે છે વધુ ખર્ચ

દુનિયા રહસ્યોથી ભરપૂર છે. જ્યાં પણ નજર નાંખો કંઇક અદ્ભૂત જોવા મળી જ જાય છે. ગુજરાતના એક છોર પર જોશો તો તમને આવો જ નજારો જોવા મળશે. જેને જોયા બાદ તમે કન્ફ્યૂઝ પણ થશો. સમુદ્ર કિનારે એક આલિશાન ઇમારત નજરે પડશે. જે કોઇ મહેલ જેવી લાગી રહી છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે આ કોઇ મહેલ નહી પરંતુ એક જેલ છે.

અહી વાત થઇ રહી છે દીવની. કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાણીતા દીવની એક જેલની ભવ્યતા જોઇ આશ્વર્યચકિત થઇ જશો. એક જમાનામાં આ જેલ પોર્ટુગલ કોલોની અંદર હતી.

દીવમાં એક એવી જેલ છે જેમાં માત્ર એક કેદી રહે છે. તમે વિચારતા હશો કે આખરે આટલી મોટી જેલમાં માત્ર એક કેદીને કેમ રાખવામાં આવ્યો છે. આ પાછળનું કારણ શું હોઈ શકે. હકીકતમાં તેની પાછળ એક રસપ્રદ કારણ છે. ગુજરાતના એક છેડે આવેલા નાનકડા ટાપુ દીવ પર આ જેલ પાછળની રસપ્રદ કહાણી છે અને તેનાથી પણ વધારે રસપ્રદ જેલમાં બંધ એક કેદીની વાત છે.

આ દ્વીપને કેન્દ્રશાસિત પ્રદેશના રૂપે માનવામાં આવે છે. દ્વીપની સુંદરતા જોવાલાયક છે. પોર્ટુગલની કોલોની રહી ચૂકેલા આ દ્વીપ પર એક એવી જેલ છે જેમાં માત્ર એક કેદી રહે છે. જી હા, 472 વર્ષ જૂની આ જેલમાં આ એક કેદી સિવાય અહીં કોઈ નથી.

આ કેદીનું નામ છે દીપક કાંજી જેની ઉંમર છે 30 વર્ષ. રિપોર્ટનું માનીએ તો 30 વર્ષીય દીપકને 40 લોકો માટે બનેલી આ જેલમાં રાખવામાં આવ્યો છે. જ્યાં તેની કેટલીક સવલતો પણ આપવામાં આવે છે જેમ કે ટીવી પર દૂરદર્શન અને કેટલીક આધ્યાત્મિક ચેનલો જોવાનું અને ગુજરાતી અખબાર અને પત્રિકાઓ.

આ ઉપરાંત સાંજે 4થી 6ની વચ્ચે ગાર્ડ તેને ફરવા માટે લઈ જાય છે. દીપક એકમાત્ર કેદી છે જે આ જેલમાં બંધ છે. આ માટે તેના ખાવા-પીવાનો બંદોબસ્ત પણ કિલાની પાસે આવેલી એક રેસ્ટોરાંમાંથી કરવામાં આવે છે. હાલમાં તો દીપક આ જેલમાં બંધ છે પરંતુ તેને કોઈ અન્ય જેલમાં મોકલવાની વાત ચાલી રહી છે. ત્યાર બાદ આ ઐતિહાસિક સ્થળને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને સોંપી દેવામાં આવશે.

અહીં પ્રત્યેક કેદી પર લગભગ મહિને 32000 રૂપિયાનો ખર્ચ થાય છે. અહીં કેદીઓને રાખવામાં વધુ ખર્ચ થાય છે અને એટલે જ 2013માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે પોતાને આ સ્થળ સોંપી દેવાની માંગ કરી હતી. આ માંગ પર્યટનને વધારો આપવા માટે કરવામાં આવી હતી. તે સમયે આ જેલમાં 7 કેદીઓ હતાં જેમાંથી 2 મહિલાઓ હતી. આ કેદીઓમાંથી ચાર કેદીઓ દીવથી લગભગ 100 કિલોમીટર દૂર અમેરલી જિલ્લામાં મોકલી અપાયા છે. જ્યારે બે કેદીઓએ પોતાની સજા પૂરી કરી લીધી છે.

ત્યારથી અહીં માત્ર દીપક એકલો બચ્યો છે. પોતાની પત્નીને ઝેર આપવાના મામલામાં તેના કેસની સુનાવણી ચાલી રહી છે ત્યારે તે આ જેલમાં બંધ છે. દીવ સેશન કોર્ટમાં દીપકની સુનાવણી ચાલી રહી છે. કાંજીના મામલે સુનાવણી પૂર્ણ થયા બાદ આ જેલ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ પોતાના કબજામાં લેશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter