GSTV

જય શ્રીરામ અને વંદે માતરમનો સીધો સંબંધ RSS સાથે : ઓવૈસી

Last Updated on June 30, 2019 by

પોતાના વિવાદિત નિવેદનથી હંમેશા ચર્ચામાં રહેવા વાળા AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ એક વાર ફરી જય શ્રીરામ અને વંદે માતરમના બહાને રાષ્ટ્રીય સ્વયં સંઘ (RSS) પર વાર કર્યો છે. ઓવૈસીએ કહ્યું કે, જય શ્રી રામ અને વંદે માતરમ નહીં બોલવાના કારણે લોકોને મારવામાં આવે છે. એટલું જ નહીં એમણે ત્યાં સુધી કહ્યું કે, આ મુદ્દે માત્ર દલિત અને મુસ્લિમને ટાર્ગેટ કરવામાં આવે છે.

આરએસએસ સામે હમલાવર ઓવેસીએ કહ્યું, “જો લોકો જય શ્રીરામ અથવા વંદે માતરમ નથી બોલતા તો તેમને મારવામાં આવે છે. જ્યારે આવી ઘટનાઓ રોકાઈ રહી નથી. માત્ર મુસ્લિમો અને દલિતોને લક્ષ્યાંકિત કરવામાં આવે છે. આવા બનાવો પાછળ જે સંગઠનનો હાથ છે જે સંઘ પરિવાર સાથે સંકળાયેલું છે. ‘

એઆઈએમઆઈએમ નેતાએ એમ પણ કહ્યું હતું કે દેશની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને, હવે તે તેની આશા ધૂંધળી પડી રહી છે. આ ઘટનાઓ બંધ થઈ જશે પરંતુ તેના બદલે તેઓ વધુ વધારા અંગે ચિંતિત છે.ઓવૈસીએ આરોપ લગાવ્યો કે, આ ઘટનાઓ પાછળ જે પણ સંગઠન છે તેમનો સબંધ સંઘ પરિવાર (RSS) જોડે છે. ઓવૈસીએ કહ્યું કે, જય શ્રી રામ વાળા એપિસોડને હવે બ્રેક નહીં લાગે પરંતુ વધુ આગળ વઘવાના છે. જય શ્રી રામ અને વંદે માતરમ ન બોલનારને મારવામાં આવે છે. ઓવૈસીએ કહ્યું કે આનો સંબંઘ સંઘ પરિવાર સાથે છે.

હમણાં ઝારખંડમાં જય શ્રીરામ નહી બોલવા પર એક યુવાનને માર મારવામાં આવ્યો હતો. વિરોધ પક્ષોએ આ મુદ્દા વિશે સરકાર પર હુમલો કર્યો હતો, જેના પછી વડાપ્રધાન મોદીએ સંસદમાં કહ્યું હતું કે આવી ઘટનાઓ ન થવી જોઈએ. આનો જવાબ આપતા, ઓવેસીએ કહ્યું કે વડાપ્રધાન કહે છે કે આવી ઘટનાઓ ન થવી જોઈએઓવૈસીએ કહ્યું કે વડાપ્રધાન માત્ર કહી રહ્યા છે રોકી નથી શકતા. નક્વી સાહબ કહે છે કે આને કમ્યૂનલ એંગલથી ન જોવું જોઈએ શું એમને દેખાતું નહીં હોય કે વિક્ટિમ કોન છે?

READ ALSO

Related posts

કોરોના / અમેરિકન વેક્સિન કંપનીએ ભારતમાં રસીના ટ્રાયલ માટેની અરજી પાછી ખેંચી, ન જાહેર કર્યું કારણ

Zainul Ansari

પાકની અવળચંડાઈ: 8 નવા રૂટ્સ, POKમાં કંટ્રોલ રૂમ.. 15 ઓગસ્ટથી પહેલા J&Kમાં હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન

pratik shah

નવો ખુલાસો/ નાસાને મંગળગ્રહ પરથી એવું મળ્યું કે નવા સંશોધનો થઈ જશે સરળ, આ વસ્તુના મોટા મોટા બન્યા છે તળાવો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!