લોકસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે પણ સાંસદોએ શપથ લીધા હતા. આ દરમિયાન ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન પાર્ટીના ચીફ અને હૈદ્રાબાદ સાંસદ અસદુદ્દીન ઓવૈસી શપથ લેવા માટે ઉભા થતાની સાથે જ ભાજપના કેટલા સાંસદોએ જય શ્રી રામ અને વંદેમારતમના નારા લગાવ્યા હતા.
Zabardast !! Must watch
— Syed Abdahu Kashaf (@syedKashaf95) June 18, 2019
AIMIM President Barrister Asaduddin Owaisi takes oath as Member of Parliament Lok Sabha for the fourth time. #BJPgotNoChills ! pic.twitter.com/Rwc4ypXdbX
ઓવૈસીએ સાંસદોને હાથથી ઈશારો કરીને વધારે જોરથી નારા લગાવવા માટે કહ્યુ હતુ. શપથ લીધા બાદ ઓવૈસીએ નારાનો જવાબ અલ્લા હુ અકબર અને જય ભીમનો નારો લગાવીને આપ્યો હતો.
જય શ્રી રામના નારા લાગતા હતા ત્યારે ઓવૈસીના ચહેરા પર હાસ્ય હતુ અને તેમણે સ્પીકર સામે જોઈને ભાજપના સાંસદો તરફ ઈશારો કર્યો હતો. ઓવૈસીએ કહ્યુ હતુ કે, મને જોઈને ભાજપા લોકોને ભગવાન રામની યાદ આવે છે તેવુ લાગે છે. જો આવુ હોય તો સારી વાત છે પણ મને અફસોસ છે કે તેમને બિહારમાં બાળકોના મોત યાદ ના આવ્યા.
READ ALSO
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો