પહેલા જય માતાજી પછી મર્ડર અને ફરીથી જય માતાજી, જાણો ચોકાવનારી કહાણી

એક અજીબ કિલર પોલિસનાં હાથમાં આવ્યો છે. હરિયાણામાં ધરપકડ કરાયેલા એક સીરિયલ કિલર જગતાર સિંહે સ્વીકાર્યું છે કે તે છેલ્લા 21 વર્ષથી ગુનાઓ કરે છે. હરિયાણા, દિલ્હી અને પંજાબમાં તેણે 7 ખુન કર્યા છે. અને તેણે 600 જેટલી લૂંટ કરી છે.

પરંતુ સૌથી અજીબ વાત એ છે કે તે દરેક મર્ડર પહેલા 108 વખત કાળી માતાના નામનો જાપ કરે છે. હત્યા કર્યા પછી પણ તેને પાપ ન લાગે એ માટે તે મંત્રોનો જાપ કરે છે. તેમણે કહ્યું છે કે તેણે પ્રથમ ચોરી 1997માં કરી હતી, જ્યારે પ્રથમ મર્ડર 2005માં કુરુક્ષેત્રમાં કર્યું હતું. ત્યાર બાદ તેમણે 2008માં સંગરૂર પંજાબમાં અને 2011માં ઓગસ્ટમાં સુરતમાં, તેમજ 2015માં બીજી વખત કુરુક્ષેત્રમાં મર્ડર કર્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી કોઈને એકલો જોઈને લૂંટ કરે અને પછી હથિયારથી ડરાવતો હતો. અને તેની પાસેથી પૈસા અને અન્ય વસ્તુઓ લૂંટી લેતો હતો. જો કોઈ વિરોધ કરે તો તેને મારી નાખતો હતો. ખુન કરીને તે દર વખતે તેમનું રહેઠાણ બદલી નાખતો હતો.

પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી કુરુક્ષેત્રનો નિવાસી છે. એવું નથી કે આરોપી હજુ સુધી પકડાયો નથી. હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિતના કેટલાક અન્ય રાજ્યોમાં તેની ધરપકડ કરવામાં આવેલી છે, પરંતુ જેલમાંથી દર વખતે તે જેલમાંથી છુટી જતો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter