જય હો: મુકેશ અંબાણીને આદર્શ માનીને ચાલૂ કરી જીયો અનલિમિટેડ પાણીપૂરી, લોકોની લાઈનો લાગે છે

નામ ધર્મેન્દ્ર સિંહ, જિલ્લો ઉજ્જૈન, મધ્ય પ્રદેશ. અનલિમિટેડ ગોલગપ્પાના વેચાણને કારણે આજકાલ મીડિયા પર ચર્ચામાં છે. 32 વર્ષનીઉમર છે અને તેણે ઉજ્જૈનની વિક્રમ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. એનો જિયો ગોલગપ્પાનો સ્ટોલ 2018થી જ વાયરલ થયો હતો. તે હાલમાં દશેરા મેદાન અને ઉજ્જૈન સ્ટેશન નજીક સેલ્ફી પોઇન્ટ પર 10 રૂપિયાના 6 ગોલગપ્પા વેચે છે. પરંતુ તે ગોલગપ્પાનાં કેટલાક અનલિમિટેડ પ્લાન પણ ધરાવે છે. 100 રૂપિયા આપીને તમે ત્રણ કલાકમાં જેટલી ઇચ્છો તેટલી પાણીપૂરી ખાઈ શકો છો.

અન્ય યોજનાની જો વાત કરવામાં આવે તો તમે અનલિમિટેડ ગોલગપ્પા રૂ. 2000 આપીને એક મહિના સુધી 6-9 વાગ્યા વચ્ચે ખાય શકો છો. ધર્મેન્દ્ર સમજાવે છે કે મોટાભાગના લોકો 30-35થી વધુ ગોલગપ્પા નથી ખાઈ શકતા. ફક્ત થોડા જ લોકો 50 સુધી પહોંચે છે અને 100 કરતા વધુ તો ગણ્યા ગાઠ્યાં લોકો જ ખાય છે. વધુ ગોલગપ્પા ખાવામાં યુવાનો વધારે સંકળાયેલા છે. ઘણા લોકો પૈસા વસુલ કરવા અથવા રેકોર્ડ માટે ગોલગપ્પાનો બગાડે પણ કરે છે.

મુકેશ અંબાણી છે આદર્શ

ધર્મેન્દ્ર અનુભવી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને આદર્શ માને છે. ધર્મેન્દ્ર અને તેના સાથી જીયોનો ઉપયોગ કરે છે. તે સમજાવે છે કે અંબાણીને કારણે કારોબાર ઝડપથી દોડી રહ્યો છે. જિઓ નામનાં ઉપયોગને લઈને ધર્મેન્દ્ર જણાવે છે કે અમે નામનો કોઈ દુરુપયોગ તો કરી રહ્યા નથી.જો જીયો અમારા નામથી અસહમત હોય તો અમે “પીયો પાની બતાસે કરી નાખશું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter