GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

‘ધડક’ બાદ સંજય લીલા ભણસાલી સાથે ફિલ્મ કરી શકે છે જાહ્નવી કપૂર

બોલીવુડમાં ટૂંક સમયમાં કારણ જોહરની ફિલ્મ દ્વારા ડેબ્યૂ કરવા જઈ રહી જાહ્નવી કપૂર કદાચ એક નવા પ્રોજેક્ટમાં કામ કરવા જઈ રહી છે. હાલમાં જ જાહ્નવીને સંજય લીલા ભણસાલીના ઓફિસની બહાર સ્પોર્ટ કરવામાં આવી હતી અને માનવામાં આવી રહ્યું છે કે જાહ્નવી અને સંજયની મુલાકાત કામને લઇ ને થઇ હતી. જાહ્નવી કરણ જોહરના પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મ ‘ધડક’થી બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. પાછલા ઘણા સમયથી આ ફિલ્મની શૂટિંગ કરવામાં આવી રહી છે.

‘ધડક’માં જાહ્નવી સાથે બોલીવુડ એક્ટર શાહિદ કપૂરના નાના ભાઈ ઇશાન ખટ્ટર જોવા મળશે. આ ઇશાનની બીજી ફિલ્મ છે. આ પહેલા તે ઈરાની ડાયરેક્ટરની ભારતીય ફિલ્મ ‘બિયોન્ડ ધ કલાઉડસ’માં કામ કરી ચુક્યા છે અને તેની આ ફિલ્મ 20 એપ્રિલે રિલીઝ થવાની છે. જાહ્નવીની વાત કરવામાં આવે તો હાલમાં જ જાહ્નવીને તેની બહેન ખુસી સાથે ભણશાળીની ઓફિસની બહાર સ્પોર્ટ કરવામાં આવી હતી. ત્યાર બાદ જ જાહ્નવીની ભણશાળીની ફિલ્મમાં કામ કરવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ રિલીઝ થઇ ત્યારે તે ખૂબ ચર્ચામાં રહ્યા હતા. ફિલ્મમાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર લીડ રોલમાં હતા પરંતુ ફિલ્મને રિલીઝ થયા પહેલા જ ઘણા વિવાદોની સામનો કરવો પડ્યો હતો. ફિલ્મ ‘પદ્માવત’નો દેશભરમાં વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફિલ્મને આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ કરવામાં આવી અને ફિલ્મે દેશની સાથે દુનિયાભરમાં સારી કમાણી કરી હતી.

Related posts

સંજય દત્તની તબીયત ઉપર બોલી માન્યતા, સંજુ ફાઈટર છે, આ સમય પણ ચાલ્યો જશે

Mansi Patel

બોલિવૂડમાંથી ગાયબ મહિમા ચૌધરી સામે આવી, આ ડાયરેકટર પર ગંભીર આરોપ લગાવ્યો

Mansi Patel

ટૂંક સમયમાં આવશે તૈમૂરનો ભાઈ કે બહેન, કરીના કપૂર ખાન છે ફરી પ્રેગનેન્ટ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!