GSTV

હેવી વર્કઆઉટ કરતી જોવા મળી આ સુંદર અભિનેત્રી, વીડિયો જોઈ ફેન્સે આપ્યા જોરદાર રિએક્શન

બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર સારી અભિનેત્રી હોવાની સાથે-સાથે એક ફિટનેસ સ્ટાર પણ છે. જાહ્નવીનો એક વર્કઆઉટ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેણી પોતાના ખભઆ પર વધારે વજન સાથે સ્કોટસ કરતી નજર આવી રહી છે. જેમાં જાહ્નવીએ બ્લૂ કલરના શોર્ટ્સ અને વ્હાઈટ કલરની ટી-શર્ટ પહેરી હતી.

View this post on Instagram

At gym 🏋🏻‍♂️ @janhvikapoor

A post shared by Janhvi & Khushi Kapoor 🦋 (@janhvikhushi_fanclubs) on

જાહ્નવીનો વર્કઆઉટ વીડિયો વાયરલ

જાહ્નવીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ કમેન્ટ્સ બોક્સમાં ખૂબ જ વખાણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, જાહ્નવીની ઉંમર માત્ર 22 વર્ષ છે અને આ ઉંમરમાં પણ તેણી પોતાની ફિટનેસથી લઈને બ્યૂટી અને એક્ટિંગથી લઈને ડાન્સ સ્કિલ્સ સુધી બધુ જ મેન્ટેન કરે છે. જણાવી દઈએ કે, જાહ્નવીએ પોતાના કરીયરની શરૂઆત વર્ષ 2018માં ફિલ્મ ‘ધડક’ થી કરી હતી. શશાંક ખેતાનની નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને સામાન્ય રિએક્શન મળ્યા હતા.

જાહ્નવીની આગામી ફિલ્મ

જાહ્નવીની આગામી ફિલ્મોની વાત કરીએ તો, તેણી જલ્દી જ ‘ગુંજન સક્સેના’ માં નજર આવશે. આ ફિલ્મમાં જાહ્નવી એક ફાઈટર જેય પાયલટના પાત્રમાં નજર આવશે. તે સિવાય જાહ્વની પાસે બે બીજા પણ પ્રોજેક્ટ છે, જે આ વર્ષમાં જ શરૂ થવાની સંભાવના છે. સાથે જ જાહ્નવી ફિલ્મ રૂહી આફ્જા અને દોસ્તાના 2 માં પણ મુખ્ય પાત્રમાં જોવા મળશે.

READ ALSO

Related posts

76 દિવસ લોકડાઉનમાં રહેલા વુહાને લીધો રાહતનો શ્વાસ, હજારો લોકો શહેર છોડવાની ફિરાકમાં

Pravin Makwana

ભારતના આ ચાર રાજ્યોમાં હવે માસ્ક પહેરવું ફરજીયાત, કડક નિર્ણય લેવા પાછળ આ કારણ જવાબદાર

Mayur

મહામારી સામે લડવા કેજરીવાલ સરકારે લીધા બે મોટા નિર્ણયો, 20 જગ્યાઓ સજ્જડ સીલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!