GSTV

‘ધડક’ની રિલીઝ પહેલા તિરુપતિ બાલાજીના દર્શન કરવા પિતા બોની કપૂર સાથે પહોંચી જાહ્નવી કપૂર

Last Updated on July 9, 2018 by

ઈશાન ખટ્ટર અને જાહ્નવી કપૂર ફિલ્મ ‘ધડક’ દ્વારા બોલિવૂડમાં છવાઈ જવા માટે પૂરી રીતે તૈયાર છે. બંનેએ પોતાની જબરદસ્ત કેમિસ્ટ્રીથી લોકોના દિલ તો જીતી લીધા છે. હવે તેઓ ફિલ્મના કેટલાક સીન્સ સાથે જોડાયેલા મજેદાર કિસ્સાઓ પર ફેન્સ સાથે શેર કરી રહ્યાં છે.

તેમાં એક વીડિયોમાં ડિરેક્ટર શશાંક ખેતાન ફિલ્મના ગીત ‘પહલી બાર’માં ઈશાનના પાણીમાં જમ્પ લગાવવાના સીન વિશે વાત કરી રહ્યાં છે. આ વિશે વાત કરતા શશાંકે કહ્યું કે, ઈશાને જે તળાવમાં જમ્પ કરવાનું હતું તેમાં ઘણા બધા સાપ હતા. જોકે, તેમની ટીમે શૂટિંગ પહેલા પાણીની સફાઈ કરી લીધી હતી.

જાહ્નવી કપૂર પિતા બોની કપૂર અને બહેન ખુશી કપૂર સાથે તિરુપતિ બાલાજીના દર્શન કરવા ગઈ હતી. મંદિરમાં દર્શન વખતે જાહ્નવી અને ખુશી પારંપારિક સાડીમાં જોવા મળ્યા હતા. જાહ્નવીએ બ્લૂ-પિંક કલરની સાડી પહેરી અને ખુશીએ મરૂન-ગ્રીન કલરની સાડી પહેરી હતી.

પિતા અને પુત્રીઓ ફિલ્મ ‘ધડક’ની રિલીઝ પહેલા તિરુપતિ બાલાજીના દર્શન કરવા પહોંચ્યા હતા. ‘ધડક’ની સફળતા માટે જાહ્નવી પરિવાર સાથે તિરુપતિ બાલાજીના આશીર્વાદ લેવા પહોંચી. જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટરની ફિલ્મ ‘ધડક’ 20 જુલાઈએ રિલીઝ થવાની છે. ફિલ્મ પ્રમોશનમાં બિઝી જાહ્નવી સમય નીકાળીને તિરુપતિ બાલાજી શીશ ઝૂકાવવા પહોંચી હતી.

મંદિરમાં દર્શન કર્યા બાદ જાહ્નવી અને ખુશી પીળા અને સફેદ રંગના ડ્રેસમાં એરપોર્ટ પર જોવા મળ્યા હતા. રવિવારે ત્રણેય મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

Related posts

VIDEO: સત્સંગી મહિલાઓ દ્ધારા ગંભીર આક્ષેપો કરતો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, સાધુઓના બે જૂથો વચ્ચે ગળાકાપ હરિફાઇ

pratik shah

SBIના ગ્રાહકો માટે એલર્ટ/ ATM ફ્રોડથી બચવું છે તે OTP દ્વારા પૈસા ઉપાડો, ફ્રોડનો શિકાર થતાં બચી જશો, કોઈ આપના રૂપિયાને હાથ લગાવી શકશે નહીં

Pravin Makwana

વાહ/ School Bagએ મચાવી ધમાલ ! હવે માતા પિતા કરી શકશે બાળકની જાસૂસી, જાણો કેવી રીતે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!