GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

જાહેરમાં થૂંક્યાં તો મર્યા સમજો, માસ્ક વિના ફરનારા બહાદૂરોએ હવે 200 નહીં આટલા રૂપિયાનો ભરવો પડશે દંડ

રાજ્યમાં જીવલેણ કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે અમદાવાદ શહેરનાં મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં માસ્ક વગર પહેરવા વગર ફરવાળાઓને 500 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોરોના મહામારીના વધતાં કેસોને ઘ્યાનમાં લઇને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. માસ્ક નહીં પહેરનારાઓ પર તંત્રએ તવાઇ બોલાવી છે. હવે જે લોકો માસ્ક નહી પહેરે તેને હવે 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ રકમ પહેલાં 200 રૂપિયા હતી. જેમાં હવે 300 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે જાહેરમાં માસ્ક વિના ફરનારા લોકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

જાહેરમાં માસ્ક વિના ફરનારા લોકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે

આ ઉપરાંત તંત્રએ વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. પાનના ગલ્લા પર થૂંકનારાઓની હવે ખૈર નથી. પાનના ગલ્લાઓ પર જો કોઇ થૂંકશે તો પાનના ગલ્લાના માલિક પાસેથી 10,000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. આ ઉપરાંત જો કોઇ વ્યક્તિ જાહેરમાં થૂકશે તો તેને પણ 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

પાનના ગલ્લાના માલિક પાસેથી 10,000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે

જણાવી દઇએ કે રાજ્યભરમાં કોરોનાનો કાળો કહેર વર્તાઇ રહ્યો છે ત્યારે લોકોમાં હજુ પણ આ ઘાતક વાયરસને લઇને ગંભીરતાનો અભાવ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો જાહેરમાં માસ્ક વિના ફરતા અને થૂકતાં જોવા મળે છે. જેના પગલે તંત્રએ કડક પગલા લેવા પડી રહ્યાં છે.

દરમ્યાન છેલ્લા 24 કલાકમાં વધુ 152 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે, જ્યારે સારવાર દરમ્યાન 4 દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે. બીજી તરફ કોરોનાને હરાવીને સાજા થયેલા 125 લોકોને જુદી જુદી હોસ્પિટલો અથવા હોમ-આઈસોલેશનમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. તેમજ જીલ્લાના ગ્રામ્ય વિસ્તાર સહિત અત્યાર સુધી કુલ દર્દીઓની સંખ્યા 2298ની થઈ છે. ઉપરાંત કુલ મૃત્યુઆંક 3618ને આંબી ગયો છે. રાજ્યના સુરત સહિતના અન્ય વિસ્તારોની સરખામણીએ અમદાવાદની સ્થિતિ પ્રમાણમાં નિયંત્રણ છે, સિવાય કે પકડાતો જતો પશ્ચિમ વિસ્તાર, ઉત્તરપશ્ચિમના બોડકદેવ, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયામાં ગઈકાલે 38 અને દક્ષિણ પશ્ચિમઝોનના સેટેલાઇટ, વેજલપુર, મક્કતમપુર, સરખેજમાં 35 કેસો નોંધાયા હતા.

24 કલાકમાં વધુ 152 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા

પશ્ચિમઝોનના પાલડી, નારણપુરા, નવરંગપુરા, નવાવાડજ, રાણીપ, સાબરમતી, સ્ટેડિયમ વગેરે વિસ્તારોમાં 40ના રિપોર્ટ પોઝીટિવ આવ્યા છે. આમ કુલ 166માંથી 113 દર્દીઓ નદીના પશ્ચિમપટ્ટાના છે. તેમજ 3177 કુલ એકટિવ કેસોમાંથી 1522 કેસ પશ્ચિમના છે. જ્યારે બાકીના 4 ઝોનમાં મધ્યઝોનમાં માત્ર 9, ઉત્તરઝોનમાં 7, પૂર્વઝોનમાં 18, દક્ષિણઝોનમાં 19 મળીને પૂર્વના વિસ્તારોમાં 53 કેસ નવા નોંધાયા છે. બીજી તરફ કેસો ઘટવાની સામે માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા વધતી જાય છે.

જોકે સુપર સ્પ્રેડર્સના રેપિડ ટેસ્ટ, કન્ટેન્મેન્ટ ઝોનમાં સ્ક્રીનીંગ અને થતાં એન્ટિજન-રેપિડ ટેસ્ટ, વધી રહેલાં પિંક એરિયા વગેરેના આંકડા અને ટેસ્ટ દરમ્યાન કેટલાં પોઝીટિવ આવ્યા તેની વિગતો પારદર્શક કરાતી નથી. જેના કારણે રોગચાળાની સાચી સ્થિતિનું ચિત્ર લોકોને મળી શકતું નથી. હાલ તો અમદાવાદમાં આવતા તમામ હાઈવેના નાકાઓ પર આરોગ્યની કડક ચકાસણીની જરૂર હોવાનું ચિત્ર ખડું થયું છે.

ક્યા ઝોનમાં કેટલા દર્દી, કેટલાં મૃત્યું ?

ઝોનનવાકેસકુલ દર્દીવધુ મૃત્યુકુલ મૃત્યુએકટિવ કેસ
મધ્યઝોન941010363255
પશ્ચિમઝોન4036181182587
ઉત્તરપશ્ચિમ ઝોન381577049502
દક્ષિણ પશ્ચિમ ઝોન351583182433
ઉત્તરઝોન738211288461
પૂર્વઝોન1833310247474
દક્ષિણઝોન1939471266465
કુલ16621978414773177

READ ALSO

Related posts

સુરત અને તાપી જિલ્લામાં મુશળધાર વરસાદથી જળબંબાકાર, વાલોડ-માંગરોળમાં 5 ઇંચ

Bansari

કોરોના વિસ્ફોટ: છેલ્લા 24 કલાકમાં નવા 1078 કેસ, ચેપગ્રસ્તોની સંખ્યા 70 હજારને પાર

pratik shah

શ્રાવણમાં વીરપુરના ખેડૂતોની આંખોમાં અષાઢી અશ્રુ, પ્રભુ ચરણે ધરવાના પુષ્પો ઉકરડે ફેંકવા થયા મજબૂર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!