1.10 કરોડની કાર ભારતમાં લૉન્ચ, જાણો ખાસિયતો

જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયાએ પોતાની લક્ઝરી સિડેન Jaguar XJની 50મી વર્ષગાંઠ સેલિબ્રેટ કરવા માટે સોમવારે તેનું સ્પેશિયલ એડિશન Jaguar XJ 50 ભારતમાં લૉન્ચ કર્યુ છે. Jaguar XJ50ને 1.11 કરોડ રૂપિયાની એક્સ શૉરૂમ પ્રાઇસ પર બજારમાં ઉતારવામાં આવી છે. તેવામાં સ્ટાન્ડર્ડ Jaguar XJની એક્સ શૉરૂમ પ્રાઇસ 1.02 કરોડ રૂપિયા છે.

સ્પેશિયલ એડિશન Jaguar XJ50ના લૉન્ગ-વીલબેઝ મૉડેલને ભારતના બજારમાં ઉતારવામાં આવ્યું છે. તેમાં 3.0 લીટરનું ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 360PSનો પાવર જનરેટ કરે છે. એક્ટીયર અપડેટ્સની વાત કરીએ તો તેમાં ઑટોબાયૉગ્રાફી સ્ટાઇલ વાળા ફ્રન્ટ અને રિયર બંપર્સ આપવામાં આવ્યાં છે. તેમાં નવી 19 ઇંચ અલૉય વ્હીલ, ક્રોમ સરાઉન્ડ્સ સાથે ક્રોમ રેડિએટર ગ્રિલ અને રિયર તથા સાઇડ વેંટ્સ પર યુનિક બેઝિંગ જોવા મળશે.

Jaguarની આ નવી કાર ચાર નવા કલર વેરિએન્ટ ફુઝી વ્હાઇટ, સેંટોરિની બ્લેક, લૉટર બ્લૂ અને રોઝેલો રેડમાં ઉપલબ્ધ થશે. ઇન્ટીરિયરની વાત કરીએ તો આ શાનદાર કારમાં સૉફ્ટ-ગ્રેન ડાયમંડ કલ્ટેડ સીટ્સ છે. સેંટર આર્મ રેસ્ટ પર Jaguar XJ50નો લોગો આપવામાં આવ્યો છે.

યુનિક બ્રેંડિંગ અને Jaguar XJ50 બેઝ વાળા ઇલ્યૂમિનેટેડ ટ્રેડપ્લેટ્સ પણ એનિવર્સરી એડિશનને અલગ બનાવે છે. કંપનીનો દાવો છે કે આ કાર 6.2 સેકેન્ડ્સમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડે છે. તેની ટૉપ સ્પીડ 250 કીલોમીટર પ્રતિકલાક છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter