Jaggery Side Effects: જો તમે શિયાળામાં ગોળનું વધુ સેવન કરો છો તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ગોળનું વધુ પડતું સેવન કરવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી તમને પાચન સંબંધી સમસ્યાઓ થશે. આ સિવાય વજન વધવાની અને સોજા આવવાની સમસ્યા પણ થઈ શકે છે.
વજન વધશે
જો તમે વેટ લૉસ ડાયેટ પર છો, તો ગોળનું સેવન સીમિત માત્રામાં કરો. ગોળમાં કાર્બોહાઇડ્રેટ અને શુગરની માત્રા હોય છે. ગોળ વધારે ખાવાથી વજન વધી શકે છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો ગોળનું સેવન ખૂબ જ મર્યાદિત માત્રામાં કરો.

બ્લડ શુગર લેવલ
જો તમે વધુ માત્રામાં ગોળનું સેવન કરો છો તો તેનાથી બ્લડ શુગર લેવલ વધી જાય છે. બ્લડ સુગર લેવલ નહીં વધે તેવુ વિચારીને જો તમે ખાંડને બદલે ગોળનું સેવન કરો છો તો પણ તેને ખૂબ જ મર્યાદિત માત્રામાં ખાઓ.
ડાઇજેશનને લગતી પ્રોબ્લેમ
ગોળના વધુ પડતા સેવનથી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. વધુ માત્રામાં ગોળનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. જેના કારણે નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા પણ થઈ શકે છે. ગોળનો સ્વાદ ગરમ હોય છે તેથી ગોળનું વધુ પડતું સેવન ન કરવું.

સોજો આવી શકે છે
જો તમે વધારે માત્રામાં ગોળ ખાઓ છો, તો તેનાથી પેટ ફૂલવાની સમસ્યા પણ થઈ શકે છે. ગોળમાં શુગરની માત્રા વધુ હોય છે, જે તમને નુકસાન પહોંચાડે છે. જો સંધિવાની સમસ્યા હોય તો ગોળ ખાવાનું ટાળો.
એલર્જીની સમસ્યા
ઘણા લોકોને ગોળની એલર્જી પણ હોય છે. તે ઝાડા, થાક, તાવ, ત્વચા પર ફોલ્લીઓ, માથાનો દુખાવો અને નર્વસનેસનું કારણ બની શકે છે.

Read Also
- મોટો નિર્ણય / રાજ્યના સરકારી ગોડાઉનમાં નહિ થાય અનાજની ચોરી, સરકાર લગાવશે 6 હજાર જેટલા CCTV કેમેરા
- કરો કંકુના / રાજસ્થાનમાં સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીના શાહી ઠાઠમાઠથી યોજાશે લગ્ન, લગ્ઝરી હોટલ- ગાડીઓ બુક
- ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પાંજરાપોળને વિનામૂલ્યે અપાશે 100 લાખ કિલો ઘાસ
- અમદાવાદમાં ‘શુભ’મેન છવાયો / ગિલે ટી-20માં ફટકારી શાનદાર સદી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
- Union Budget 2023 / રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય બજેટને આવકાર્યું, પણ સોની બજારમાં નિરાશા