ગોળને સામાન્ય રીતે પ્રાકૃતિક મીઠાઇના રૂપમાં ઓળખવામાં આવે છે. શુભકાર્ય શરૂ કરતાં પહેલાં ગોળ-ધાણા ખવડાવવાનો રિવાજ છે. આ ધાર્મિક માન્યતા છે પરંતુ સાયન્ટિફિક રીતે પણ ગોળ બહું અસરકારક ઔષધી છે. આયુર્વેદના તજજ્ઞો પ્રતિદિન સવારે અને રાત્રે ગોળનું પાણી પીવાની સલાહ આપે છે જે શરીરને તંદુરસ્ત અને મજબૂત રાખે છે.

અનેક ગુણોનો ખજાનો છે ગોળ
ગોળમાં મેગ્નેશિયમનું સારૂં સ્ત્રોત છે જેથી માંસપેશીઓ અને રક્ત વાહિનીને રાહત મળે છે. પોટેશિયમ ભરપૂર માત્રામાં હોવાથી બ્લડપ્રેશરને કન્ટ્રોલ કરે છે. એનિમિયાથી પિડાતા દર્દીઓ માટે તે ફાયદો કરાવે છે. આ સાથે આયર્ન પણ જોવા મળે છે. શરીરમાં હિમોગ્લોબિન વધારવામાં તેમજ હાડકાં મજબૂત કરવામાં ગોળ બહું ઉપયોગી છે. એન્ટી એલર્જીક ગુણધર્મના કારણે તેનું સેવન અસ્થમાના દર્દીને ફાયદાકારક છે.

પેટમાં ગેસ કે પાચનક્રિયાને લગતી સમસ્યાઓ ઉપરાંત ગળા અને ફેફસાંના ઇન્ફેક્શન માટે સર્વોત્તમ છે. ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને જસત હોય છે તેથી સ્વાસ્થ્ય જાળવી રાખવામાં બહું ઉપયોગી છે. આયુર્વેદ અને પંચકર્મ ચિકિત્સકો રોજ સવારે ગોળનું પાણી પીવાની સલાહ આપતા હોય છે. તેઓ કહે છે કે કેમિકલયુક્ત ખાંડની જગ્યાએ જો દેશીગોળનું સેવન કરવામાં આવે તો અનેક રોગ મટે છે અને શરીર તંદુરસ્ત અને સ્ફૂર્તિલું બને છે.

ગોળ સાથે આ વસ્તુઓનું સેવન કરવાના ચમત્કારિક ફાયદા
ગાંધીનગર સ્થિત પંચકર્મ ચિકિત્સક જીતુભાઇ પંચાલ કહે છે કે રાત્રે દેશી ગોળ અને જીરા પાઉડર મિશ્રિત પાણી પીવાથી ચમત્કારિક પરિણામ મળે છે. તે યાદશક્તિમાં વધારો કરે છે. ગાયના ઘી સાથે ગોળ ખાવાથી માઇગ્રેન અને સાદો માથાનો દુખાવો મટી જાય છે. તેઓ પ્રત્યેક દર્દીને ગોળનું પાણી પિવાની સલાહ આપે છે. ગોળના પાણીના સેવનથી સાંધાનો દુખાવો પણ દૂર થાય છે.
તેમના કહેવા પ્રમાણે ગોળમાં આયર્ન હોવાથી મહિલાઓ માટે લાભપ્રદ છે. ગોળમાં લોહી શુદ્ધિકરણનો મુખ્ય ગુણ છે જેથી શરીરના ઝેરી સબસ્ટ્રેટ્સ બહાર આવી જાય છે. જો કે 10 ગ્રામ ગોળમાં 9.7 ગ્રામ ખાંડ હોવાથી બ્લડસુગરના દર્દીઓએ વધુ સેવન કરવું હિતાવહ નથી. બીજી તરફ 100 ગ્રામ ગોળમાં 385 કેલરી હોય છે તેથી વજન વધવાની સંભાવના વધી જાય છે.
Read Also
- ચીનના નેતા જિનપિંગ રશિયાના 3 દિવસના પ્રવાસે, પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર
- મોર્નિંગ ટિપ્સઃ સવારે ઉઠ્યા પછી તરત જ ન કરો આ 3 કામ, જો કર્યું તો તમને મળશે નકારાત્મક પરિણામ
- સુરેન્દ્રનગરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત! ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે થયો ભીષણ અકસ્માત, 15થી વધુ મજૂરો થયા ઈજાગ્રસ્ત
- અબજોપતિ મીડિયા સમ્રાટ રુપર્ટ મડોર્ક 92 વર્ષની વયે કરશે પાંચમાં લગ્ન, 8 મહિના પહેલા જ અભિનેત્રી જેરી હેલને આપ્યા હતાં છૂટાછેડા
- છેલ્લા દસ વર્ષમાં એક પણ ICC ટ્રોફી નથી જીત્યું ભારત : પાકિસ્તાની ખેલાડીએ જણાવ્યું નિષ્ફ્ળતાનું કારણ