GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

નેત્રોત્સવની વિધિ! સવારથી દર્શન કરવા માટે ભક્તો ઉમટ્યા,જાંબુ અને મિષ્ટાન આરોગતા ભગવાનની આવી ગઈ આંખો

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાના પર્વ પહેલા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, બળદેવજીનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આવ્યો છે. જે બાદ નેત્રોત્સવની વિધિ કરવામાં આવી છે. સામાન્ય રીતે નેત્રોત્સવ વિધિ રથયાત્રાના આગલે દિવસે હોય છે પરંતુ હવે આ વિધિ બે દિવસ પહેલા યોજાઇ છે.

ભગવાને મોસાળમાં મિષ્ટાન અને જાંબુ આરોગ્યા

નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ વિધિ કરવાનું આયોજન કરવામાં આવ્યુ.. પંદર દિવસ બાદ ભગવાન જગન્નાથજીના દર્શન થતાં હોવાથી સવારથી દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા. આજે નેત્રોત્સવ અને ધ્વજારોહણ વિધિ દરમ્યાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પહોંચ્યા હતા.

  • ભગવાન ૧૫ દિવસ પોતાના મોસાળમાં રહીને આવ્યા હોય છે
  • ભગવાને મોસાળમાં મિષ્ટાન અને જાંબુ આરોગ્યા
  • જાંબુ અને મિસ્ટાન આરોગતા ભગવાનની આંખો આવી ગઈ
  • આંખો આવી જતા ભગવાનની આંખો પર પાટા

નેત્રોત્સવના મહાત્મયની વાત કરીએ તો.

ભગવાન 15 દિવસ પોતાના મોસાળ રહીને આવ્યાં હોય છે. જ્યાં તેમણે અનેક મિષ્ટાનો અને જાંબુ આરોગ્યા હોય છે જેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે. જેથી સવારે મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે. હવે ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે ખોલવામાં આવશે, ત્યાર પછી મંગળા આરતી કરાશે.

READ ALSO

Related posts

નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 1000 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel

કાળો કેર/ ગુજરાતમાં 91 હજાર પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત, 24 કલાકમાં 110 પશુઓનો ઘાતક વાયરસે લીધો ભોગ

Bansari Gohel

ગુજરાતમાં શરૂ થશે ચોમાસાનો નવો રાઉન્ડ : આગામી 5 દિવસ જામશે વરસાદી માહોલ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Bansari Gohel
GSTV