GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

144મી રથયાત્રા: જય જગન્નાથજી, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા, રથયાત્રા ભક્તો વગર થઈ પૂર્ણ

ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા બે વર્ષના અંતરાળ પછી નગર યાત્રાએ નિકળી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પહિંદ વિધિ સંપન્ન થઈ છે. વિધિ ઓરિસ્સાના જગન્નાથ પુરીમાં થતી ‘છેરા પહેરા’ વિધિ પરથી કરવામાં આવે છે. માન્યતા છે કે રાજ્યનો રાજા એ જગન્નાથજીનો પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા પહેલાં રાજા આવી સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે છે પછી જ ભગવાન રથમાં બિરાજે છે. સીએમ અને ડે. સીએમ હાલ રથ પાસે હાજર રહ્યા હતા. રથયાત્રા સવારે 4 વાગે મંગળા આરતીથી શરૂ થઈ હતી. અમદાવાદની રથયાત્રા ઈતિહાસમાં પ્રથમ વખત ભક્તો વગર નિકળી હતી. બીજી તરફ 14 કલાકની નગર યાત્રાનું 22 કિમીનું અંતર માત્ર 4 કલાકમાં ઝડપથી પૂર્ણ કરીને નિજ મંદિરે પરત આવી ગયા છે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તો વિના જ શાંતિપૂર્વક પૂર્ણ થઈ છે..ખાસ કરીને સવારે સાત વાગ્યે સીએમ રૂપાણીએ પહિંદવિધિ અને રથ ખેંચીને રથનું પ્રસ્થાન કરાવ્યુ હતુ..અને શહેરના 19 કિલોમીટરનો રૂટ કાપીને 10 મિનિટ મોસાળ સરસપુરમાં રોકાણ કરીને 10 કલાક 48 મિનિટે નાથનો રથ જગન્નાથ મંદિરના પટાંગણમાં પરત ફર્યો હતો..જોકે આજે રાતભર ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલભદ્રજી રથમાં રોકાશે..અને આવતીકાલે સવારે આરતી બાદ ત્રણેય મૂર્તિઓને વિધિવત મંદિરમાં સ્થાપિત કરાશે…

અમદાવાદના રંગીલા પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનના માધ્યમથી પણ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી..આ સાથે જ રથયાત્રા દરમિયાન પણ સંવેદનશીલ વિસ્તારમાં રથયાત્રાના રૂટ પણ ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવતી હતી..

અમદાવાદના માણેકચોક વિસ્તારમાંથી જ્યારે રથયાત્રા નીકળી તે સમયે સ્થાનિકોએ પોતાના ઘરની અગાશી પરથી જ તેનું સ્વાગત કર્યુ હતુ..શ્રદ્ધાળુઓએ અગાશી પરથી નાથની રથ પર પુષ્પો વરસાવ્યા હતા.. રથયાત્રા માણેકચોક વિસ્તાર પાસેથી નીકળે તે પહેલા ડોગસ્કવોર્ડ અને બોમ્બ સ્કવોર્ડથી ચેકિંગ હાથ ધરાયુ હતુ..

ખમાસા વિસ્તારમાંથી જ્યારે રથ પસાર થયા ત્યારે ઝડપતી પસાર થતી રથયાત્રાના શ્રદ્ધાળુઓ પોતાની અગાશીથી દર્શન કરતા જોવા મળ્યા અમદાવાદમાં નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટના સંવેદનશીલ વિસ્તાર રંગીલા પોલીસ સ્ટેશન અને દરિયાપુર વિસ્તારમાંથી રથયાત્રા નીકળી આ સમયે સમગ્ર રૂટ પર વિશેષ સઘન બંદોબસ્ત જોવા મળ્યો હતો..મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત વચ્ચે નાથના રથ નીકળ્યા હતા..કોરોના કાળમાં રથયાત્રામાં આવવા પર પ્રતિબંધ છે..ત્યારે તંત્રએ રથયાત્રાના રૂટ પર બેરિકેટસ પણ ગોઠવેલા જોવા મળ્યા..

મોસાળ સરસપુરમાં આ વર્ષે ભગવાનના રથે માત્ર 10 મિનિટનું જ રોકાણ કર્યુ હતુ..આ સમયે કોવિડ 19ના નિયમો અને કરફ્યૂને લઈને શ્રદ્ધાળુઓ નાથના દર્શન માટે ઉમટ્યા ન હતા…પરંતુ પોત પોતાની અગાશીથી દર્શન કરી જયજગન્નાથનો જયકારો બોલાવ્યો..ઉલ્લેખનિય છે કે, સામાન્ય રીતે  દરવર્ષે અમદાવાદમાં રથયાત્રા દરમિયાન મોસાળ સરસપુરમાં રથનું દોઢ કલાક સુધીનું રોકાણ કરતા હોય છે..પરંતુ આ વર્ષે કોરોના કાળમાં રથયાત્રાનું શરતોને આધિન રથયાત્રા યોજાઈ ત્યારે મોસાળમાં ભગવાન સહિત ત્રણેય રથનું માત્ર 10 મિનિટનું રોકાણ કરવામાં આવ્યું..

ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર નગરચર્ચા કરતા કરતા સરસપુર પહોંચ્યા હતા.જ્યાં યજમાનોના હસ્તે ભગવાન જગ્નાનાથનું યજમાનો દ્વારા મામેરુ ભરવામાં આવ્યુ હતુ…આ સમયે મામેરાના યજમાનો અત્યંત ભાવુક બન્યા હતા.તેઓએ ત્રણેય ભાઈ-બહેનોને વાઘા, સોના ચાંદીના દાગીના અર્પણ કર્યા અને બહેન સુભદ્રાજીને પાર્વતી શણગાર અર્પણ કરાયો હતો..

ભગવના જગન્નાથજીની 144મી રથયાત્રામાં આજે નગર યાત્રાએ નિકળી છે. ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે ભક્તો વગર રથયાત્રા નિકળી છે. સાથે સાથે 0.4 પ્રતિ કિમીની ઝડપથી ભગવાનનો રથ દોડી રહ્યો છે. માત્ર 1 કલાકમાં ત્રણેય રથ ખાડીયા પહોંચ્યા છે. બીજી તરફ 5 મિનિટના વિરામ બાદ રથ પુન: આગળ વધશે. છે. ચુસ્ત અને લોખંડી બંદોબસ્ત સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા આગળ વધી છે.

અમદાવાદ શહેરની જાણીતી 144મી રથયાત્રાનું રાયપુરમાં સ્વાગત કરાયું હતું. ભગવાનના રથ અને મંદિરના મહંતનું પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું. વર્ષોથી પરંપાર પ્રમાણે દર વર્ષે રથયાત્રાનું સ્વાગત કરવામાં આવે છે.ભગવાન જગન્નાથજીના રથ ખાડિયા પહોંચ્યા. જ્યાં ત્રણ જગાએ રથ પર પુષ્પવર્ષા કરવામાં આવી. ભક્તોએ ઘરમાં રહી ભગવાનનું સ્વાગત કર્યુ હતુ.

વહેલી સવારે 4 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી હતી. આ સમયે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ મંગળા આરતીમાં હાજર રહ્યા હતા.. શહેરમાં નીકળતી રથયાત્રા પહેલાં મંગળા આરતી થાય છે અને ત્યાર પછી રાજ્યના સીએમ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવે છે.

કોરોના મહામારી વચ્ચે અનેક પ્રતિબંધો વચ્ચે અમદાવાદમાં જગન્નાથજીની 144મી રથયાત્રા યોજાઈ..મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે રથયાત્રા શરૂ થાય તે પહેલા પહિંદ વિધિ યોજાઈ.. સીએમ વિજય રૂપાણી સૌ પ્રથમ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. સીએમ, ડેપ્યુટી સીએમ અને મંદિરના મહંત દિલીપ દાસજીએ રથ ખેંચી 144મી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું  હતું.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન દરવર્ષે મુખ્યપ્રધાનના હસ્તે પહિંદવિધિ થતી હોય છે..ત્યારે આ વર્ષે પણ સીએમ રૂપાણીના હસ્તે પહિંદ વિધિ કરી હતી.આ અગાઉ વર્ષ 2019 અને 2020માં પણ મુખ્યપ્રધાને પહિંદવિધિ કરી હતી…આ વર્ષે પણ સીએમ રૂપાણી અને નીતિન પટેલના હસ્તે પહિંદવિધિ થઈ..

રથયાત્રા live અપડેટ

 •  જગન્નાથજીના રથ નિજ મંદિર પહોંચ્યા
 •  જગન્નાથજીનો રથ જમાલપુર દરવાજા પહોંચ્યો
 • અમદાવાદના માણેકચોક વિસ્તારમાંથી જ્યારે રથયાત્રા નીકળી
 • જગન્નાથજીનો રથ ઘી કાંટા પહોંચ્યો
 • જગન્નાથજીનો રથ આર.સી.ટેકનિકલ પહોંચ્યો
 • રથયાત્રા રંગીલાચોકી પહોંચ્યા
 •  જગન્નાથજીનો રથ દરિયાપુર પહોંચ્યો
 • રથયાત્રા કાળુપુરથી થયા રવાના
 • રથયાત્રા સરસપુર પહોંચી
 • ત્રણેય રથ પહોંચ્યા ચોખા બજાર
 • પાંચકુવા થી કાલુપુર રેલવે સ્ટેશને રથયાત્રા પહોંચી
 • જગન્નાથજીનો રથ ખાડીયા પહોંચ્યો, 5 મિનિટનો વિરામ
 • જગન્નાથજીનો રથ રાયપુર પહોંચ્યો
 • વાગે જગન્નાથજીનો રથ આસ્ટોડિયા પહોંચ્યો
 • ભગવાન જગન્નાથજીના રથ ખાડિયા પહોંચ્યા.
 • રથ પર પુષ્પવર્ષા કરવામાં આવી.
 • ભક્તોએ ઘરમાં રહી ભગવાનનું સ્વાગત  કર્યુ હતુ.
 • ત્રણેય રથની આસપાસ RAFના જવાનો હાજર
 • અમદાવાદમાં રથયાત્રા નીકળી.
 • થ ખાડિયાથી આગળ વધ્યા
 • રથ પહોંચ્યા કાળુપુર
 • ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સુરક્ષાની ચકાસણી કરી

 • ભગવાન જગન્નાથજીનો રથ ખમાસા
 • ભગવાનનો રથ કોર્પોરેશનથી આગળ
 • જમાલપુર પહોંચ્યો રથ
 • ખલાસીઓ ખેંચી રહ્યા છે રથ
 • સીએમ રૂપાણી અને ડે. સીએમ એ પહિંદ વિધી કરી
 • વહેલી સવારે કેન્દ્રીયગૃહમંત્રી રહ્યા હાજર મંગળાઆરતીમાં
 • પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
 • બે વર્ષના અંતરાળ પછી નિકળી રથયાત્રા

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાનો પ્રારંભ થયો છે. જગન્નાથ મંદિરથી ત્રણેય રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યુ. તો રથયાત્રા દરમ્યાન પોલીસની સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી હતી. રથને પ્રસ્થાન કરાવ્યા બાદ સીએમ રૂપાણીએ જણાવ્યું કે આજથી ભગવાન જગન્નાથ યાત્રાનો શૂભારંભ થયો છે, બીજી તરફ બે વર્ષના લંબા અંતરાળ પછી ભગવાન જગન્નાથની યાત્રા શરૂઆત થઈ છે. સાથે સાથે સીએમ રૂપાણી એ જણાવ્યું છે કે આપણે કોરોના વાયરસની મહામારીમાંથી જલ્દી બહાર આવીએ, ગુજરાત રાજ્ય સૌથી પહેલા કોરોનાથી મુક્ત બને તેવા પ્રકારના આશિર્વાદ ભગવાન પાસે માંગીએ છીએ.

ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા છે. શહેરમાં નીકળતી રથયાત્રા પહેલાં મંગળા આરતી થાય છે અને ત્યાર પછી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવી. સીએમ વિજય રૂપાણી સાથે તેમના પત્ની અંજલી રૂપાણી પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. સીએમ રૂપાણી સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ પત્ની સાથે હાજર રહ્યા હતા.  વિધિ ઓરિસ્સાના જગન્નાથ પુરીમાં થતી ‘છેરા પહેરા’ વિધિ પરથી કરવામાં આવે છે.

માન્યતા છે કે રાજ્યનો રાજા એ જગન્નાથજીનો પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા પહેલાં રાજા આવી સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે છે પછી જ ભગવાન રથમાં બિરાજે છે. આ વિધિને શહેરમાં પહિંદ વિધિ કહેવામાં આવે છે. અમદાવાદની રથયાત્રામાં છેલ્લા 26 વર્ષથી રથયાત્રાના પ્રારંભ પૂર્વે પહિન્દ વિધિ કરવામાં આવે છે. રાજ્યનો રાજા એટલે કે મુખ્યપ્રધાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે, અને પાણી છાંટે છે. જેને પહિંદ વિધિ કહેવાય છે. ત્યારબાદ મુખ્યપ્રધાન રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. ગુજરાત રાજ્યમાં પહિંદ વિધિની શરૂઆત 1990થી શરૂ થઈ છે.

મુખ્યમંત્રીરૂપાણીએ અષાઢી બીજના પાવન અવસરે 144 મી જગન્નાથ રથયાત્રા ને પ્રસ્થાન કરાવતા પૂર્વે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન વહેલી સવારે મંદિર પરિસરમાં કર્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીને સતત પાંચમી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રીજાડેજા પણ આ વિધિમાં ભક્તિભાવ પૂર્વક સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રામાં આ વર્ષે પણ ભગવાનના રથની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી પહિંદ વિધિ સંપ્પન કરી હતી મુખ્યમંત્રીએ અષાઢી બીજે કચ્છી નૂતન વર્ષ અવસરે કચ્છી સમાજના સૌ ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી.

અષાઢી બીજ કચ્છી સમાજના લોકોના નવ વર્ષની શરૂઆત પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ કચ્છી સમાજના લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે વિશેષમાં કહ્યું કે પ્રધાનમંત્રી દૂરંદેશી વિચાર ના પગલે કચ્છ જિલ્લામાં નર્મદાનું એક મિલિયન એકર ફીટ પાણી મળે તે પ્રમાણેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નર્મદા ના આ જળ કચ્છ જિલ્લાની સમૃદ્ધિમાં વધારો કરશે તેવો ભાવ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. ભગવાન જગન્નાથ અને સુભદ્રાજી તથા બલભદ્રના રથ શહેરમાં નગરચર્યાએ નીકળ્યા છે પરંતુ નગરજનો ઘરે બેઠા છે દર્શનનો લાભ લે તે જરૂરી છે.

ભગવાન જગન્નાથ અને સુભદ્રાજી તથા બલભદ્રના રથ શહેરમાં નગરચર્યાએ નીકળ્યા છે પરંતુ નગરજનો ઘરે બેઠા છે દર્શનનો લાભ લે તે જરૂરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કેઘરે બેઠા દર્શનનો લહાવો મેળવી શકે તે માટેની તમામ વ્યવસ્થાઓ કરાઈ છે. કોરોના મહામારીમાંથી દેશ અને ગુજરાત જલ્દી મુક્ત થાય અને રાજ્યની પ્રગતિ ઉત્તરોત્તર વધતી રહે તે માટે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી છે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે,કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં લોકોની આસ્થા સાથે જોડાયેલુ આ પર્વ શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે રાજ્ય સરકારે વિશેષ આયોજન કરીને આ રથ યાત્રા યોજી છે,જેમા કોરોનાની માર્ગદર્શિકાનું પાલન થાય તેનું પણ ધ્યાન રાખ્યું છે. થયાત્રાનું પર્વ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ આ માટે રાજ્ય સહિત દેશ આખા માટે વિશેષ મહત્વ ધરાવે છે ત્યારે આ રથયાત્રા ભાઈચારા અને એકતાનું પ્રતીક પુરવાર થઇ છે.

અમદાવાદ શહેરના આ બ્રિજ બંધ રહેશે

જમાલપુર બ્રિજ
એલિસબ્રિજ
નહેરુબ્રિજ
ગાંધીબ્રિજ

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોના વાઈરસના સંક્રમણને કારણે આ વર્ષે કોવીડ પ્રોટોકોલ પ્રમાણે રથયાત્રા યોજાઈ છે. ભગવાન જગન્નાથના દર્શન કરીને ગુજરાત રાજ્ય કોરોના મહામારી માંથી બહાર આવનારું દેશનું કોરોના મુક્ત પ્રથમ રાજ્ય બને તેવી પ્રાર્થના કરી છે.રાજ્યમાં સમગ્ર સ્થિતિ પૂર્વવત બને તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી છે તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભગવાન જગન્નાથની મંગળા આરતી બાદ ગજરાજની પૂજા કરી. તેમણે બલરામ ગજરાજની વિશેષ પૂજા કરીને ગજરાજના આર્શીવાદ લીધા હતા.

આ વિધિને શહેરમાં પહિંદ વિધિ કહેવામાં આવે છે. અમદાવાદની રથયાત્રામાં છેલ્લા 26 વર્ષથી રથયાત્રાના પ્રારંભ પૂર્વે પહિન્દ વિધિ કરવામાં આવે છે. રાજ્યનો રાજા એટલે કે મુખ્યપ્રધાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે, અને પાણી છાંટે છે. જેને પહિંદ વિધિ કહેવાય છે. ત્યારબાદ મુખ્યપ્રધાન રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. ગુજરાત રાજ્યમાં પહિંદ વિધિની શરૂઆત 1990થી શરૂ થઈ છે.

ભગવાન જગન્નાથ ને સભાગૃહમાંથી લાઇવીને રથ માં બેસાડવામાં આવ્યા, પહેલા રથમાં ભગવાન જગન્નાથ, બીજા રથમાં બહેન સુભદ્રા અને  ત્રીજા રથમાં ભાઈ બલરામ ને બિરાજવામાં આવ્યા, ભગવાન રથમાં બિરાજ્યા બાદ રાજ્યના મુખ્યમત્રી અને નાયબ મુખ્યમંત્રી કરશે પ હિંદ વિધિ ત્યારબાદ ભગવાન જગન્નાથ નગર ચર્યા નીકળશે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા જગન્નાથ મંદિરમાં  ભગવાનના રથને સજાવી પ્રાંગણમાં લાવવામાં આવ્યા. પોલીસની સુરક્ષા વચ્ચે રથને ગોઢવવામાં આવ્યા છે. તો બીજી તરફ મંદિરમાં પોલીસનો સઘન બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા ગજરાજોએ ભગવાનના દર્શન કર્યા. ગજરાજોએ ભગવાનના રથની પ્રદક્ષિણા કરી હતી. આ વખતે કોરોનાની મહામારીના કારણે ગજરાજ રથયાત્રામાં સામેલ થવાના નથી.ભગવાન જગન્નાથની મંગળા આરતી બાદ ભગવાનને ગવાર-કોળાનું શાક અને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો. ભગવાનને આંખો આવી ગઈ હોવાથી તેમને ગવાર-કોળાનું શાક ધરાવવામાં આવે છે.

READ ALSO

Related posts

5 રૂપિયામાં ભરપેટ ભોજન / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કરાવશે આરંભ, હોમ ડિલિવરીની પણ મળશે સુવિધા

Hardik Hingu

ડ્રાઇવર વિના આપમેળે ચાલે છે ટ્રેકટર, ઓટોમેશન નહી કોઠાસૂઝનો છે કમાલ

GSTV Web Desk

ભાજપમાં ભય? / ગુજરાતના તમામ જિલ્લામાં બીજેપી કેન્દ્રીય મંત્રી-CMને ઉતારી રહી છે મેદાનમાં, કેજરીવાલે કર્યું ટ્વિટ

Hardik Hingu
GSTV