GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનો પતંગ તો ચગ્યો પણ શું વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભાજપનો પેચ કાપશે?

ઉત્તરાયણના તહેવારની લોકો રંગબેરંગી પતંગો ચગાવી આનંદ માણે છે ત્યારે કોગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ ઉત્તરાયણનો આનંદ માણ્યો હતો..જગદીશ ઠાકોરે તેમના પરિવારના સભ્યો અને કાર્યકરો સાથે મળી પેચ લગાવી અન્ય લોકોની પતંગ કાપી હતી. તો બીજી તરફ કોંગ્રેસનો પતંગ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પેચ કાપશે કે નહીં તે આવનારી ચૂંટણી અને ત્યાર પછીના પરિણામ પર રહેલી છે.

ઉત્તરાયણના દિવસે પતંગ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી છે કે, આજે પવનની ગતિ સારી રહેશે. ઉત્તરાયણના દિવસે પ્રતિ કલાકે 10 થી 15 કિલોમીટરની ગતિએ પવન ફુંકાશે. જેને કારણે ઉત્તરાયણના દિવસો હવામાં સારી રીતે પતંગો ઉડાવી શકાશે. પતંગ રસીકો માટે પવન સારો રહ્યો છે,

સવારથી જ પતંગ રસિકો અવકાશી યુદ્ધમાં પેચ લડાવવા સજ્જ થઈ ગયા હતા.

ઉત્તરાયણના પર્વની ઉજવણીના ઉત્સાહમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે… મોટી સંખ્યામાં લોકો એકઠા થઇને પતંગ ચગાવી શકશે નહીં… સાથે જ જાહેર સ્થળો,, મેદાનો, રસ્તાઓ પર એકત્ર થઇને પતંગ ચગાવી શકાશે નહીં. પરિવારના નજીકના સભ્યો સાથે જ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવા સલાહ આપવામાં આવી છે.. સોસાયટી કે ફ્લેટના મેદાનમાં રહેવાસીઓ સિવાય કોઇને પણ પ્રવેશ આપવા પર મનાઇ ફરમાવી છે.. લાઉડ સ્પિકર, ડી.જે અથવા મ્યુઝિક સિસ્ટમ વગાડવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.. 65 વર્ષથી વધુની ઉમરના, 10 વર્ષથી નીચેના બાળકો ઘરે રહે તેવી સલાહ આપી છે…. જાહેરનામામાં કોઇ રોગોથી પીડિત અથવા ગર્ભવતી મહિલાઓને પણ ઘરમાં જ રહેવા સલાહ આપી છે. આ ઉપરાંત પતંગ બજારમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. જો સોસાયટીમાં નિયમભંગ થશે તો સેક્રેટરીને જવાબદાર ગણવામાં આવશે…

READ ALSO

Related posts

રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર

GSTV Web Desk

ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ

Zainul Ansari

સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ

Zainul Ansari
GSTV