વિધાનસભામાં ધાનાણીએ વાટ્યો ભાંગરો તો જગદીશ પંચાલ શોક પ્રસ્તાવમાં ઊંઘતા રહ્યા

વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે શોકાંજલિ સંદેશ વિપક્ષના ધારાસભ્ય પરેશ ધાનાણીએ ભાંગરો વાટ્યો હતો. તેઓએ પુલવામા આતંકી હુમલામાં જાન આપનારા વીર જવાનોને તો શહીદ ગણાવ્યા. પરંતુ શોકાંજલિ સંદેશ સમયે ગૃહના તમામ પૂર્વ મૃત સભ્યોને શહીદ તરીકે ગણાવી દીધા. આજે સત્રમાં પૂર્વ પ્રધાન મનોહરસિંહ જાડેજા, પ્રવિણસિંહ ગોહિલ, જયંતિ ભાનુશાળી, પ્રેમજી વડલાણી, ભગવાનસિંહ ચૌહાણ અને જીત સિંહ પરમારના નિધનનો પણ સીએમ રૂપાણીએ શોક સંદેશ રજૂ કરવામાં આવ્યો હતો અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના પ્રવચન સમયે ત્રણ વખત ગૃહના પૂર્વ મૃત સભ્યોને શહીદ તરીકે દર્શાવ્યા હતા.

આજે ગુજરાત વિધાનસભામાં ગૃહના શોક પ્રસ્તાવ દરમિયાન ભાજપના ધારાસભ્ય ઊંઘતા ઝડપાયા હતા. શહીદોને શ્રદ્ધાંજલિની વાતો વચ્ચે જગદીશ પંચાલ ઉંઘતા ઝડપાયા હતા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીના શોક પ્રસ્તાવ ભાષણ દરમિયાન જગદીશ પંચાલ ઊંઘી ગયા હતા. તેઓ જીતુ વાઘાણીની પાછળ જ બેઠા હતા.

આજે પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ આપતા સમયે ગૃહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કાશ્મીર મુદ્દે કટાક્ષ કર્યો હતો. તેઓએ સરદાર પટેલનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, જો ભૂતકાળની કોંગ્રેસી સરકારના નેતાઓએ સરદાર પટેલને કાશ્મીરને ભારતમાં ભેળવવાની જવાબદારી સોંપી હોત તો આજે આ પ્રકારની આતંકી ઘટનાઓ બની ન હોત. જોકે, તેના જવાબમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, સરદારના નેજા હેઠળ દેશને અખંડ બનાવવામાં આવ્યો છે. જ્યારે કોંગ્રેસ પક્ષે પણ દેશને એક રાખવા માટે પોતાના બલિદાન આપ્યા છે. ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી આતંકવાદનો ભોગ બન્યા છે. તેમણે કંદહાર કાંડનો ઉલ્લેખ કરતાં કહ્યું કે મસુદ અઝહરને વિમાનમાં કંદહાર મુકીને આવ્યા હતા. જો તે સમયે આ પ્રકારનો નિર્ણય ન કર્યો હતો તો આજનો દિવસ જોવો ન પડ્યો હોત.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter