GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

મમતાએ બંગાળના રાજ્યપાલને કહ્યું, ‘તૂ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત’

પશ્ચિમ બંગાળમાં છેલ્લાં કેટલાંક મહિનાથી મમતા બેનર્જી સરકાર અને રાજ્યપાલ જગદીપ ધનખડ વચ્ચે તૂ-તૂ મેં-મેં જોવા મળે છે. ત્યારે રાજ્યપાલ જગદીપ ધનખડેનો એક દાવો હાસ્યાસ્પદ છે. રાજ્યપાલે ટ્વીટ કરી મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. રાજ્યપાલે ટ્વીટ કરી કહ્યું કે મમતા મને કથિત રીતે તૂ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત કહ્યું છે.

રાજ્યપાલ ધનખડે ટ્વીટ કરી બાંગ્લા અખબારની ખબરને પણ દર્શાવી છે. આ સમાચારમાં કહેવામા આવ્યુ છે કે મુખ્યમંત્રીએ રાજ્યપાલ અંગે વાત કરતા તેમનું નામ લીધા વગર તૂ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત કહ્યું છે. રાજ્યપાલે ટ્વીટ કર્યુ છે કે અખબારમાં 27 નવેમ્બર આ સમાચાર પ્રકાશિત થયા હતા.

જેમાં વિધાનસભામાં બંધારણ દિવસનો પણ ઉલ્લેખ કરાયો છે. રાજ્યપાલે સાથે દાવો કર્યો કે તેઓએ આ વાતનો કોઈ જવાબ આપ્યો ન હતો કારણ કે તેઓ તેમના પદનું સન્માન કરે છે. રાજ્યપાલ ધનખડે અન્ય એક ટ્વીટમાં વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી બંધારણ દિવસના એક કાર્યક્રમના સમાપન સમારંભ પછી પત્રકારો સાથે વાતચીત કરી રહ્યાં હતા.

READ ALSO

Related posts

GCMMF આ બ્રાન્ડ સાથે ખાદ્ય તેલ બજારમાં કરશે એન્ટ્રી, અન્ય તેલ કંપનીઓમાં મચ્યો ખળભળાટ

Nilesh Jethva

રાજીવ ગાંધી ફાઉન્ડેશન : ચીન નહીં દેશની ટોપની તમામ કંપનીઓએ આપ્યું છે ડોનેશન

Mansi Patel

વૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે, બીજા વિશ્વયુદ્ધ બાદ સૌથી ખરાબ સ્થિતિ આવશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!