GSTV
Home » News » સોમવારે ભગવાન જગન્નાથની જળયાત્રાનું આયોજન, ભૂદરના કિનારે થશે ગંગાપૂજા

સોમવારે ભગવાન જગન્નાથની જળયાત્રાનું આયોજન, ભૂદરના કિનારે થશે ગંગાપૂજા

જેઠ સુદ પૂનમ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો વિધિવત્ પ્રારંભ. ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા તો અષાઢી બીજના રોજ યોજાય છે, પરંતુ જેઠ સુદ પૂનમે યોજાતો જળયાત્રા મહોત્સવ રથયાત્રાનું સૌપ્રથમ ચરણ છે. ભગવાન જગન્નાથજીની ૧૨ યાત્રાઓ પૈકીની મુખ્ય યાત્રા – જળયાત્રાને ખૂબ ધામધૂમથી ઊજવાય છે. સતયુગમાં બદ્રીનાથજી, ત્રેતાયુગમાં રામેશ્વર, દ્વાપરયુગમાં દ્વારકાધીશ તેમ જ કળિયુગમાં જગન્નાથજીનો મહિમા અપરંપાર છે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરની 142 મી રથયાત્રાનું 4 જુલાઈએ આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રાના પહેલા પડાવ એટલે કે જળયાત્રાનું સોમવારે આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8 વાગે જગન્નાથ મંદિરથી વાજતે-ગાજતે, ઢોલ-નગારાં, કરતાલ, પખવાજ, મૃદંગ, શરણાઇના સૂર તેમજ ધજા-પતાકા, બેન્ડવાજાં, હાથી, બળદગાડાં, ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો સાથે જળયાત્રા નીકળી સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના પહોચશે.

દર વર્ષની જેમ જ આ વર્ષે પણ સોમનાથ ભૂદરના કિનારે ગંગાપૂજન આયોજિત કરવામાં આવ્યું છે. ગંગાપૂજન પછી 108 કળશમાં જળ ભરી જળયાત્રા સવારે 10 વાગે મંદિરે પરત ફરશે અને પછી મંદિરમાં લગભગ એક કલાક સુધી ભગવાનને શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરાશે. જળાભિષેક દરમિયાન સાધુ-સંતો અને ભાવિક ભક્તજનોની હાજરીમાં જગન્નાથજીના ગગનભેદી જયકારો સાથે મૂર્તિઓને દૂધ અને કેસર સ્નાન કરાવાય છે.

જળયાત્રામાં શું હશે ખાસ

– જળયાત્રામાં સામેલ થનારા ત્રણેય બળદ ગાડાંના સુશોભન માટે ચંદરવા જગન્નાથ પુરીના કારીગરોએ કર્યો તૈયાર

– કારીગરો ચંદરવો બનાવવા રંગીન દોરા તેમજ ઊનનો પણ કરાયો ઉપયોગ

– જે કળશમાં જળ લાવવામાં આવશે તેને પણ કારીગરો દ્વારા સુશોભિત કરવામાં આવશે, તાંબા અને પિત્તળના કળશની સફાઇ કરીને સ્વચ્છ કરવામાં આવ્યા છે અને ગજરાજ પર વિશાળ કળશ મુકીને પવિત્ર જળ લાવવામાં આવશે.

– જળયાત્રામાં પણ ગજરાજની ઉપસ્થિતિનું અનેરુ મહત્વ છે, ત્યારે ગજરાજોને શણગારવામાં આવશે.

– જળયાત્રામાં ફરીથી આ વર્ષે શણગારેલાં બળદગાડા, હાથી, પાલખી અને ભજન મંડળીઓ પણ જોડાશે

– જળાભિષેક બાદ ગજવેશ માં પ્રભુ નાં દર્શન આપશે

જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજીનું પૂજન અર્ચન કરીને પ્રભુને શૃંગારમાં ગજવેશ ધારણ કરાવવામાં આવે છે. ભગવાનનાં ગજવેશ સાથે જોડાયેલી માન્યતાની વાત કરીએ તો, જેઠ સુદ પૂર્ણિમાએ ભગવાનનાં “ગજવેશ”ના શણગારના દર્શન થાય છે. ગુજરાતનો એક ગણેશ ભક્ત ગણપતી નામનો હતો અને તે બે મહિના પગપાળ ચાલીને જગન્નાથ મંદિરે ગયો હતો અને તેને ગણેશજીના બદલે ભગવાન જગન્નાથજીના દર્શન થતા તેને લાગ્યું કે, આ ભગવાન ના હોય અને તેણે અન્ન – જળનો ત્યાગ કરતા જયારે ” જયેષ્ઠાભીષેક ” થયો, ત્યારે તેને ગણેશ સ્વરૂપના દર્શન થયા અને તે પ્રતિમામાં સમાઈ એટલે ત્યારથી જ વર્ષમાં એક વખત ભગવાન ગજવેશમાં દર્શન આપે છે.

ત્યારબાદ બપોરે મંદિરમાં ભંડારો પણ આયોજિત કરવામાં આવે છે. જગન્નાથજી મંદિરમાં તો જળયાત્રા વિશિષ્ટ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે, નવરત્ન દીવડાથી પ્રભુની આરતી ઉતાર્યા બાદ ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી તેમના મોસાળ મામાના ઘરે સરસપુરમાં પધારે છે અને તે સમયે ભગવાનના વિગ્રહનાં દર્શન થતાં નથી, પરંતુ તેમની તસવીરનાં દર્શન થાય છે.

READ ALSO

Related posts

પતિ-પત્ની વચ્ચે થતી રહેતી હોય ખટપટ, તો ઘરમાં મુકી દો આ મૂર્તિ

Bansari

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાએ ડોક્ટરને લાફો મારતા તબીબો હડતાલ પર ઉતર્યા

Path Shah

ICC: આગમી વર્ષથી કન્યાઓ માટે શરૂ થઈ શકશે અંડર-19 વર્લ્ડ કપ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!