GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

Live: AMCથી આગળ વધ્યા ભગવાનના રથ, ગજરાજ કાલુપુર અને અખાડા પહોંચ્યા રાયપુર

આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા છે. ભગવાન જગન્નાથની રથયાત્રાનું જમાલપુર નીજ મંદિરેથી પ્રારંભ થયો છે. મંગળાઆરતી બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.

 • હાલ રથયાત્રા જમાલપુરથી ખમાસા તરફ આગળ વધી રહી છે. ભગવાનના રથ પર અમીનછાંટણા થઈ રહ્યા છે અને તેના વચ્ચે ભગવાનનો રથ આગળ વધી રહ્યા છે. એએમસીના મેયર સહિત ભાજપ-કોંગ્રેસના આગેવાનો સ્વાગતની તૈયારી સાથે ભગવાનની રાહ જોઈ રહ્યા છે.
 • ભગવાનના રથનું AMC ખાતે પહોંચતા મેયર બિજલ પટેલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે સાથે જ હાલમાં ગજરાજ કાલુપુર પહોંચ્યા છે.

સીએમ રૂપાણીના હસ્તે પરંપરાગત પહિંદવિધિ

મંગળા આરતી બાદ જય રણછોડ, માખણ છોડના જયનાદ સાથે ભગવાન જગન્નાથના આંખ પરથી પાટા ખોલવામાં આવ્યા હતા. જગતના નાથ સાથે બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના આંખેથી પાટા ખોલવામાં આવ્યા. જે બાદ ભગવાનના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાનો નિયત સમયે પ્રારંભ થયો છે.

બરાબર સવારે સાત વાગ્યાના ટકોરે સીએમ રૂપાણીએ નાથના રથને સોનાની સાવરણીથી સાફ કરીને પરંપરાગત પહિંદવિધિ કરી અને ખલાસીભાઈઓ સાથે રથને મંદિર પરીસરથી બહાર પ્રસ્થાન કરાવ્યો હતો. આ સમયે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ ભગવાન જગન્નાથ ત્યારબાદ બહેન સુભદ્રાજી અને બલભદ્રજીના રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ.

સીએમ રૂપાણીના હસ્તે પહિંદવિધિ

 • સોનાની સાવરણીથી માર્ગને સાફ કરાયો
 • રથને ખેંચી સીએમ રૂપાણીએ કરાવ્યુ રથયાત્રાનું પ્રસ્થાન
 • સીએમ વિજય રૂપાણીએ ખેંચ્યો રથ

વ્હાલાના વધામણાં

 • ૧૮ગજરાજ
 • ૧૦૧ ટ્રક
 • ૩૦ અખાડા
 • ૧૮ ભજન મંડળી
 • ૩ બેન્ડ
 • ૧૦૦૦થી વધારે સાધુ-સંત
 • મુખ્ય પ્રધાનના હસ્તે પહિંદ વિધિ
 • રથયાત્રાનો દોઢ કરોડનો વીમો

રથયાત્રામાં પ્રસાદ

 • ૩૦ હજાર કિલો મગ
 • ૫૦૦ કિલો જાંબુ
 • ૧૦૦ કિલો કાકડી
 • ૩૦૦ કિલો કેરી
 • નાથના રથ પર મેઘાભિષેક

ગૃહપ્રધાન અમિત શાહે કરી મંગળા આરતી

મોદી સરકારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાન જગન્નાથની મંગળા આરતી ઉતારી અને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રના દર્શન કર્યા. મંગળા આરતી બાદ મંદિરના મહંત દીલીપદાસે અમિત શાહને પાઘડી પહેરાવી અભિવાદન કર્યુ હતુ. અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ નિમિત્તે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં મંગળા આરતીના દર્શન કરવા માટે ગુજરાત મુલાકાતે છે.

અમિત શાહ છેલ્લા ૧૬ વર્ષોથી દર વર્ષે રથયાત્રાના દિવસે નિયમિત રીતે જગન્નાથજી મંદિરમાં વહેલી પરોઢે મંગળા આરતી માટે પરિવારજનો સાથે આવે છે અને ભારે શ્રદ્ધા અને ધાર્મિક આસ્થા સાથે તેઓ પરિવાર સાથે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી ઉતારે છે. તેઓ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રના દર્શન કરી દાન-પુણ્ય કરે છે. વર્ષોથી ભગવાન જગન્નાથજી મંદિર સાથેની જાડાયેલી તેમની આ પરંપરા અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા પછી પણ જાળવી રાખી છે.

મેધરાજાએ ભગવાન જગન્નાથનું કર્યું સ્વાગત

ભગવાન જગન્નાથજી આજે રથયાત્રા માટે પ્રસ્થાન કરે તે પહેલા મેઘરાજાએ તેમનુ સ્વાગત કર્યુ હતુ.અમદાવાદના જમાલપુર, સરસપુર સહિતના વિસ્તારમાં અમી છાંટણા પડ્યા હતા. જોકે ભગવાના દર્શન માટે અધીરા ભક્તોને પલળી જવાની કોઈ ચિંતા નહતી. કારણ કે તેઓ ભગવાનના દર્શન અને આશીર્વાદથી ભીંજાતા જોવા મળ્યા હતા.

રણછોડ, માખણ છોડના જયનાદ સાથે ખોલવામાં આવ્યા આંખો પરના પાટા

મંગળા આરતી બાદ જય રણછોડ, માખણ છોડના જયનાદ સાથે ભગવાન જગન્નાથના આંખ પરથી પાટા ખોલવામાં આવ્યા હતા. જગતના નાથ સાથે બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના આંખેથી પાટા ખોલવામાં આવ્યા. જે બાદ ભગવાનના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાનો નિયત સમયે પ્રારંભ થયો છે.

Read Also

Related posts

મજૂરોનું દર્દ જોઈને સુપ્રિમ કોર્ટે સ્ટેટ અને કેન્દ્ર સરકારને કર્યો સવાલ, જણાવો મજૂરો માટે શું શું કર્યુ?

Mansi Patel

ચુંદડીવાળા માતાજી તરીકે જાણીતા પ્રહલાદ જાની થયા બ્રહ્મલીન, છેલ્લા 80 વર્ષથી અન્નજળ વગર જીવી રહ્યા હતા

pratik shah

પાકિસ્તાનની સરહદમાંથી ઘૂસેલા આ દુશ્મનનો 4 રાજ્યો પર હુમલો: મોદી સરકાર રોકવામાં ફેલ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!