GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

COVID-19 શ્રદ્ધાળુઓ વગર જ જગન્નાથ રથયાત્રા કાઢવાનું સૂચન, સમિતિએ કરી લાઈવ પ્રસારણની ભલામણ

ઓડિશામાં આગામી ૨૩મી જુનના રોજ રથયાત્રા યોજાવા જઇ રહી છે. આ સ્થિતિ વચ્ચે રથયાત્રાનું આયોજન કરનારી જગન્નાથ મેનેજિંગ કમિટીએ સરકારને કહ્યું છે કે આ વખતે રથયાત્રા કાઢવામાં આવે પણ યાત્રાળુઓને તેમાં સામેલ ન કરવા જોઇએ. મેનેજિંગ કમીટીએ આ ભલામણ કરી છે પણ તે અંગે સરકાર દ્વારા કોઇ અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો.

કમિટીએ લીધો આ નિર્ણય

આ પહેલા ઓડિશા સરકારે રેલવેને કહ્યું હતું કે તે પુરી તરફ કોઇ ટ્રેન ન ચલાવે કે જેથી લોકોની ભીડ એકઠી ન થાય. શ્રીજગન્નાથ મેનેજિંગ કમિટી (એસજેટીએમસી)ની એક બેઠક ગજાપતી મહારાજ દિબ્યસિંઘા દેબની આગેવાનીમાં યોજાઇ હતી. આ કમિટીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સોશિયલ ડિસ્ટંસિંગને ધ્યાનમાં રાખીને માત્ર આયોજકો અને પુજારી દ્વારા જ રથયાત્રા કાઢવામાં આવે. 

લાઇવ પ્રસારણની ભલામણ

સાથે એવી પણ ભલામણ કરી હતી કે રથયાત્રાનું ટીવી પર લાઇવ પ્રસારણ કરવામાં આવે કે જેથી જે યાત્રાળુઓ રથયાત્રામાં સામેલ નથી થવાના તેઓ પણ તેના દર્શન ઘરે બેઠા કરી શકે. પત્રકારો સાથેની વાતચીતમાં કમિટીના સંચાલકે આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે રથયાત્રા યોજવી કે નહીં તેનો અંતિમ નિર્ણય સરકારે લેવાનો છે પણ અમે અમારી ભલામણ સરકાર સુધી પહોંચાડી છે. દર વર્ષે આ રથયાત્રા યોજાય છે અને પુરી ઉપરાંત અમદાવાદ અને અન્ય શહેરોમાં પણ રથયાત્રા કાઢવામાં આવે છે. જોકે હાલ કોરોના વાઇરસના કેસો વધી રહ્યા છે આ સ્થિતિ વચ્ચે રથયાત્રા કાઢવામાં આવે તો મોટી સંખ્યામાં લોકો એકઠા થશે તેનાથી ચેપ વધવાની શક્યતાઓ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જ યાત્રાળુઓને રથયાત્રામાં ન જોડવાનો નિર્ણય કમિટીએ લીધો છે. 

READ ALSO

Related posts

ખુશખબર: દેશમાં કોરોનાથી રિકવરી રેટ 60 ટકાથી વધુ, અમુક રાજ્યોમાં તો આનાથી પણ વધુ

Pravin Makwana

આ રાજ્યની સરકારે એક વર્ષ માટે જાહેર કરી સેફ્ટી ગાઈડલાઈન, તમામે કરવું પડશે પાલન નહીંતર સજા ભોગવશો

Pravin Makwana

લોકડાઉનમાં આટલા વર્ષ પૂરા કરનાર બાળકીઓનું પણ ખુલસે સૂકન્યા સમૃદ્ધી ખાતું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!