GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

સતત ત્રીજી વખત સીએમ રૂપાણીએ કરી રથયાત્રાની પહિંદવિધિ, PM મોદીના નામે છે આ રેકોર્ડ

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીને સતત ત્રીજી વાર ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિંદવિધિ કરી ભગવાન જગન્નાથજીને નગર યાત્રાએ પ્રસ્થાન કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ પણ આ વિધિમાં ભક્તિ ભાવ પૂર્વક સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ એ અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રાને આ વર્ષે ભગવાનના રથની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી અમદાવાદ મહાનગરમાં લાખો ભક્તો શ્રદ્ધાળુઓના જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે નગર યાત્રાએ જવા વિદાય આપી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ભગવાન જગન્નાથ આજે સામે ચાલીને ભક્તોને દર્શન આપવા દિવસ ભર નગરયાત્રા કરીને સાંજે નિજ મંદિર પરત આવશે.

તેમણે જગન્નાથજીની કૃપા સમગ્ર ગુજરાત અને સમાજ જીવન પર વરસતી રહે સુખ સમૃદ્ધિ સલામતી અને પ્રગતિ થતી રહે તેવી કૃપા વાંછના કરી હતી.

તેમણે કહ્યું કે સમગ્ર ગુજરાતમાં અનેક શહેરો નગરોમાં ભક્તિ ભાવ પૂર્વક રથ યાત્રા નીકળે છે અને આજના દિવસે લોકો જગન્નાથ મય બની આનંદ ઉલ્લાસ થી આ યાત્રામાં જોડાય છે.અષાઢી બીજ કચ્છીઓ નૂતન વર્ષ છે એ અવસરે મુખ્યમંત્રીશ્રી એ કચ્છી સમાજના સૌ ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી.

સૌથી વધુ વખત પહિંદવિધીનો રોકોર્ડ બનાવનાર પીએમ મોદી

મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ વખત પહિંદ વિધી કરીને રેકોર્ડ બનાવનાર પીએમ મોદી હવે ભલે દિલ્હીમાં છે. પરંતુ જગતના નાથની રથયાત્રાના મહાપર્વમાં તે ભગવાનને અચૂકપણે યાદ કરીને પ્રસાદ મોકલે છે. આ પરંપરાના ભાગરૂપે આ વર્ષે પણ પીએમ મોદી દ્વારા ભગવાન જગન્નાથને અર્પણ કરવા માટે પ્રસાદનું પેકેટ મોકલ્યુ છે. જેમાં મીઠાઇ, ચોકલેટ, જાંબુ, મગ સહિતની પ્રસાદ સામગ્રી મોકલીને ભગવાન જગન્નાથ પ્રત્યેની ભક્તિને પ્રગટ કરી છે.

ગૃહ પ્રધાન અમિત શાહે પરિવાર સાથે કર્યા દર્શન

અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ નિમિત્તે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં મંગળા આરતીના દર્શન કરવા માટે ગુજરાત મુલાકાતે છે.

અમિત શાહ છેલ્લા ૧૬ વર્ષોથી દર વર્ષે રથયાત્રાના દિવસે નિયમિત રીતે જગન્નાથજી મંદિરમાં વહેલી પરોઢે મંગળા આરતી માટે પરિવારજનો સાથે આવે છે અને ભારે શ્રદ્ધા અને ધાર્મિક આસ્થા સાથે તેઓ પરિવાર સાથે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી ઉતારે છે.

તેઓ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રના દર્શન કરી દાન-પુણ્ય કરે છે. વર્ષોથી ભગવાન જગન્નાથજી મંદિર સાથેની જાડાયેલી તેમની આ પરંપરા અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા પછી પણ જાળવી રાખી છે.

Read Also

Related posts

રથયાત્રા સમય કરતાં મોડી ચાલી, જ્યારે શાહપુર અને દરિયાપુરમાં પોલીસની ચિંતાને કરી હતી દૂર

GSTV Web News Desk

અમદાવાદ : ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

Nilesh Jethva

અમદાવાદ: ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!