GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી રથયાત્રાની શુભકામના, સૌના લાંબા જીવનની કરી મનોકામના

ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા નીકળી છે. હર્ષોલ્લાસ, ભક્તિભાવ પૂર્વક અને શાંતિ પૂર્ણ વાતાવરણમાં રથયાત્રાની ઉજવણી થાય તે પ્રકારે આયોજન કરાયુ છે. રથયાત્રા દરમિયાન કોઈ દુર્ઘટના ના બને તેને લઈ અગમચેતીના ભાગરૂપે જગન્નાથજી મંદિર પ્રસાશન દ્વારા દોઢ કરોડનો વીમો લીધો છે. આ રથયાત્રાના આકર્ષણમાં આ વર્ષે ગજરાજ, અખાડા, ભજન મંડળી, 2 હજાર સાધુ સંતો અને રથ ખેંચતા 1200 ખલાસીઓ તેમજ લાખોની જનમેદની જોડાઇ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી રથયાત્રાની શુભકામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી રથયાત્રાની શુભકામના પાઠવી. તેમણે ટ્વિટમાં જણાવ્યુ કે, ભગવાન જગન્નાથ સૌને સારૂ સ્વાસ્થ્ય અને લાંબુ જીવન આપે તેવી મનોકામના.

સૌથી વધુ વખત પહિંદવિધીનો રોકોર્ડ બનાવનાર પીએમ મોદી

મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ વખત પહિંદ વિધી કરીને રેકોર્ડ બનાવનાર પીએમ મોદી હવે ભલે દિલ્હીમાં છે. પરંતુ જગતના નાથની રથયાત્રાના મહાપર્વમાં તે ભગવાનને અચૂકપણે યાદ કરીને પ્રસાદ મોકલે છે. આ પરંપરાના ભાગરૂપે આ વર્ષે પણ પીએમ મોદી દ્વારા ભગવાન જગન્નાથને અર્પણ કરવા માટે પ્રસાદનું પેકેટ મોકલ્યુ છે. જેમાં મીઠાઇ, ચોકલેટ, જાંબુ, મગ સહિતની પ્રસાદ સામગ્રી મોકલીને ભગવાન જગન્નાથ પ્રત્યેની ભક્તિને પ્રગટ કરી છે.

ગૃહ પ્રધાન અમિત શાહે પરિવાર સાથે કર્યા દર્શન

અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ નિમિત્તે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં મંગળા આરતીના દર્શન કરવા માટે ગુજરાત મુલાકાતે છે.

અમિત શાહ છેલ્લા ૧૬ વર્ષોથી દર વર્ષે રથયાત્રાના દિવસે નિયમિત રીતે જગન્નાથજી મંદિરમાં વહેલી પરોઢે મંગળા આરતી માટે પરિવારજનો સાથે આવે છે અને ભારે શ્રદ્ધા અને ધાર્મિક આસ્થા સાથે તેઓ પરિવાર સાથે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી ઉતારે છે.

તેઓ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રના દર્શન કરી દાન-પુણ્ય કરે છે. વર્ષોથી ભગવાન જગન્નાથજી મંદિર સાથેની જાડાયેલી તેમની આ પરંપરા અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા પછી પણ જાળવી રાખી છે.

Read Also

Related posts

રથયાત્રા સમય કરતાં મોડી ચાલી, જ્યારે શાહપુર અને દરિયાપુરમાં પોલીસની ચિંતાને કરી હતી દૂર

GSTV Web News Desk

અમદાવાદ : ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

Nilesh Jethva

અમદાવાદ: ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!