અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિરે દિવાળીના પર્વ નિમિતે જોવા મળ્યો અદ્દભૂત નજારો

દિવાળીના પાવન પર્વ નિમિતે અમદાવાદના સુપ્રસિદ્ધજગન્નાથજી મંદિરનો અદ્દભૂત નજારો જોવા મળ્યો. જગન્નાથજી મંદિરને 10 હજાર દિવડાઓસાથે સુશોભિત કરવામાં આવ્યું. 10 હજાર દિવડા સાથે ભગવાન જગન્નાથનુંમંદિર એવું દિપી ઉઠ્યું કે આ દ્રશ્યને નજરે નિહાળનાર શ્રદ્ધાળુઓ અભિભૂત થઇ ગયા હતા.દિપોત્સવની હજારો દિવડા સાથેની ઉજવણીમાં સહભાગી થવા અનેક ભક્તો જગન્નાથજી મંદિરેઉમટી પડ્યા.

બીજી તરફ વડોદરામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને પણ સુંદર રોશનીથી શણગારવામાં આવ્યું. મંદિરમાં આશરે 5 હજાર દિવડાઓનો શણગાર કરવામાં આવ્યો. સાંજનાસમયે એકસાથે અનેક દિવડાઓ પ્રગટાવાતા સમગ્ર મંદિર ઝળહળી ઉઠ્યું હતું. ભક્તોએભગવાનના દર્શન કરવાની સાથે મંદિરની રોશની નિહાળી ધન્યતા અનુભવી. તો રાજકોટના ધોરાજીમાંપ્રાચીન ચૈતન્ય હનુમાનજી મંદિરે પણ દિવાળીની રાત્રિએ 11 હજાર દિપમાળાના દિવ્યદર્શન આયોજીત કરવામાં આવ્યા. અનેક ભાવિક ભક્તજનોએ દિપમાળાના દિવ્ય દર્શનનો લહાવોલીધો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter