GSTV
India News Trending

આંધ્ર પ્રદેશમાં જંગી જીત બાદ જગનમોહન રેડ્ડી આજે ગ્રહણ કરશે સીએમ પદના શપથ

આંધ્ર પ્રદેશમાં મોટી જીત હાંસલ કર્યા બાદ વાયએસઆરના વડા જગનમોહન રેડ્ડી આજે આંધ્ર પ્રદેશના સીએમ પદના શપથ ગ્રહણ કરશે. આંધ્ર પ્રદેશના રાજ્યપાલ ઈએસએલ નરસિમ્હન તેમને શપથ ગ્રહણ કરાવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જગનમોહન આજે એકલા શપથ ગ્રહણ કરશે. જ્યારે મંત્રી મંડળના પ્રધાનો સાતમી જૂનના રોજ શપથ ગ્રહણ કરશે.

 નવી દિલ્હીમાં આવેલા આંધ્ર ભવનમાં પહેલીવાર શપથગ્રહણ સમારોહનું લાઈવ પ્રસારણ કરવાનું  આયોજન પણ કરવામાં આવ્યુ છે.  મહત્વપૂર્ણ છે કે, આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુના શાસનનો અંત આવ્યો છે. વિધાનસભામાં વાયએસઆરે 175માંથી 151 બેઠક જ્યારે લોકસભાની 25માંથી 22 બેઠક પર જીત હાંસલ કરી છે.

Read Also

Related posts

મંદીના એંઘાણ/ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં મંદી ટાળવા માટેના પ્રયાસો અપુરતા, IMFએ USનો વૃદ્ધિ દર ઘટાડ્યો

Hardik Hingu

અહીં મંદિરના પ્રસાદમાં મળે છે સેન્ડવીચ અને બર્ગર, લાડુને બદલે મળે છે ચાઉમીન…

GSTV Web Desk

ફ્રાન્સમાં 25 ટકા લોકો બહેરાશનો શિકાર, હેડફોનનો ઉપયોગ કરો છો તો જરૂર વાંચો આ સ્ટડી

GSTV Web Desk
GSTV