GSTV

આંધ્રનાં CM જગન મોહન આવતીકાલે નીતિ આયોગની બેઠકમાં રહેશે હાજર, PM પાસે કરશે આ માગ

.આંધ્ર પ્રદેશનાં મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ આજે કેન્દ્રિય ગૃપ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ગૃહ મંત્રી સાથે મુલાકાત કર્યા પછી મીડિયા સાથે વાત કરતા સીએમ જગન મોહન રેડ્ડીએ જણાંવ્યું હતું કે, આવતીકાલે મળનારી નિતી આયોગની બેઠકમાં અમે હાજર રહીશું. તેમણે કહ્યું કે, અમારો એજન્ડા આવનારી મિટીંગમાં હાજર રહેવોૃાનો હતો. આવતીકાલે અમે નીતિ આયોગની બેઠકમાં અમારી વાત રાખીશું, જેની અધ્યક્ષતા પીએમ નરેન્દ્ર મોદી કરશે.

આવતીકાલે 15 જુની નીતિ આયોગની મહત્વની બેઠક મળવાની છે. નીતિ આયોગની પાંચમી બેઠકમાં દુષ્કાળની સ્થિતી, કૃષિની સમસ્યા તથા નકસલ પ્રભાવિત જિલ્લાઓમાં સુરક્ષાની વ્યવસ્થા સહિત અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

આ સાથેજ જગન મોહને જણાંવ્યું કે આજે સાંજે અમે કેન્દ્રિય ગૃહ મંત્રી સાથે બેઠક કરી હતી. તેમજ આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવાની વાત કરી હતી. આ સાથે જ અમે વિશેષ દરજ્જા મુદ્દે પીએમ મોદીને પણ મનાવીશું. અમે આવતીકાલે મળનારી નીતિ આયોગની બેઠકમાં આ માગ રાખીશું.

નીતિ આયોગની બેઠક રાષ્ટ્રપતિ ભવનમાં મળશે. જેમાં તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોનાં ઉપરાજ્યપાલો તેમજ કેન્દ્રિય મંત્રીઓ સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. મોદી સરકાર રચાયા પછી આ પહેલી બેઠક છે. આ બેઠકમાં બંગાળનાં સીએમ મમતા બેનરજી હાજર નહિં રહે.

READ ALSO

Related posts

76 દિવસ લોકડાઉનમાં રહેલા વુહાને લીધો રાહતનો શ્વાસ, હજારો લોકો શહેર છોડવાની ફિરાકમાં

Pravin Makwana

દુનિયાભરમાં કોરોનાના 82,726 કેસ નોંધાયા, સૌથી વધુ ઈટલીમાં 17 હજાર લોકોના મોત

Pravin Makwana

ભારતના આ ચાર રાજ્યોમાં હવે માસ્ક પહેરવું ફરજીયાત, કડક નિર્ણય લેવા પાછળ આ કારણ જવાબદાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!