GSTV
Home » News » આંધ્ર અને તેલંગાણાના CM વચ્ચે યોજાશે બેઠક, પાણીની પળોજણને દુર કરવા લેવાશે આ નિર્ણય

આંધ્ર અને તેલંગાણાના CM વચ્ચે યોજાશે બેઠક, પાણીની પળોજણને દુર કરવા લેવાશે આ નિર્ણય

આંધ્રપ્રદેશ અને તેલંગાણાનાં મુખ્યમંત્રી પાણીની સમસ્યા મામલે મતભેદો દુર કરવા માટે ત્રણ વર્ષમાં પહેલી વખત સત્તાવાર રીતે આગામી 28 જૂને મુલાકાત કરશે. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે, તેલંગાણાનાં સીએમ કે.ચંદ્રશેખર રાવ અને આંધ્રપ્રદેશનાં તત્કાલિન મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ વચ્ચે સપ્ટેમ્બર 2016માં આ મામલે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મુલાકાત થઇ હતી. દેશનાં તત્કાલિન જળસંસાધન મંત્રી ઉમા ભારતીએ આ બેઠક બોલાવી હતી.

છેલ્લા ત્રણ વર્ષમાં બન્ને રાજ્યોનાં મુખ્યમંત્રીઓ વચ્ચે પાણીની સમસ્યા મામલે પહેલી બેઠક થવા જઇ રહિ છે. બન્ને રાજ્યો વચ્ચે સદભાવનો માહૌલ જોવા મળે છે. વિવાદાસ્પદ મુદ્દાને સૌહાર્દપુર્ણ રીતે ઉકેલવાની અપેક્ષા છે. પાણી મુદ્દે 28 જૂને બન્ને નેતાઓ વચ્ચે બેઠક થશે અને આશા છે કે જગન મોહન અને કેસીઆર એકબીજા સાથે મુલાકાત કરશે.

બન્ને રાજ્યોનાં સિંચાઇ વિભાગનાં અધિકારીઓ વચ્ચે 24-જૂને એક બેઠક થવાની હતી. પરંતુ આંધ્ર પ્રદેશની રાજધાની અમરાવતીમાં નવા ચૂંટાયેલા સીએમ જગન મોહન રેડ્ડીએ જિલ્લા કલેક્ટરોનું સંમેલન આયોજીત કર્યુ હતું. આંધ્ર પ્રદેશનાં મુખ્ય સચિવ એલવી સુબ્રમણ્યમે જણાંવ્યું કે, બન્ને રાજ્યો વચ્ચે પાણી મુદ્દે આગામી 28-જૂને બેઠક થશે.

READ ALSO

Related posts

આસામમાં આવેલા પુરના કારણે 3 હજાર ગામો જળબંબાકાર

Mayur

ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, કડાકા ભડાકા સાથે નદીઓમાં આવ્યા નવા નીર

Mayur

એક લાઈટ અને પંખાનો ઉપયોગ કરતા વ્યક્તિના ઘરનું બિલ એક અરબ ૨૮ કરોડ ૪૫ લાખ ૯૫ હજાર ૪૪૪ રૂપિયા આવ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!