GSTV
Home » News » ‘વાયુ’ વાવાઝોડા સામે જીવને જોખમમાં મુકી લોકો દરિયા કિનારે સેલ્ફી લેતા જોવા મળ્યા

‘વાયુ’ વાવાઝોડા સામે જીવને જોખમમાં મુકી લોકો દરિયા કિનારે સેલ્ફી લેતા જોવા મળ્યા

અમરેલી જાફરબાદનો દરિયો ગાંડોતુર બન્યો છે જેના કારણે દરિયામાં મોટા મોજાઓ ઉછળી રહ્યા છે. તંત્ર દ્વારા દરિયા કિનારાઓના વિસ્તારોમાં લોકોને ન જવા માટે આદેશ અપાયા છે. ત્યારે યુવાનો આદત મુજબ દરિયા કિનારે સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે. જીવ ને જોખમમાં મુકીને યુવાનો દરિયાના નજીકના વિસ્તારોમાં સેલ્ફી લઈ રહ્યા છે. તંત્ર દ્વારા આ વિસ્તારોમાં કોઈપણ જાતની સિક્યોરિટી ગોઠવાઈ નથી જેની હાલના સમયમાં તાતી જરૂર છે.

દરિયામાં કરન્ટ જોવા મળ્યો

રાજ્યમાં વાવાઝોડાની અસરના કારણે અમરેલીના જાફરાબાદના દરીયામાં કરન્ટ જેવા મળી રહ્યો છે. જાફરાબાદના દરીયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષીત જગ્યાએ ખસેડવાની કામગીરી તંત્ર દ્રારા કરવામા આવી રહી છે. પુર્વ સંસદિય સચીવ હિરા સોલંકિએ પરીસ્થિતી સામે પહોંચી વળવા સ્થાનીક લોકોની વચ્ચે આવીને કઈ રીતે સામનો કરવો તેના માટે તંત્રના અઘિકારીઓ સાથે ચર્ચા કરી હતી. વાવઝોડાની અસરના કારણે અમરેલી પથકમા ભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામા આવી છે. જેના પગલે તંત્રની ટીમ સ્ટેન્ડ બાય રાખવામા આવી છે.

વાતાવરણમાં આવ્યો અચાનક પલટો

અમરેલીનાં જાફરાબાદ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આકાશમા કાળા ડીબાંગ વાદળો છવાયા અને ભારે પવન ફુંકાવા લાગ્યો હતો. પંથકમાં વાયુ વાવાઝોડાની અસર વર્તાવાની શરૂઆત થઇ ગઇ છે. જેના કારણે પવન સાથે ધીમી ધારે વરસાદનો પણ આરંભ થયો. પવનને કારણે વૃક્ષો ધરાશાઇ થવાની શક્યતાઓ જોવાઇ રહી છે.

અમદાવાદના વાતાવરણમાં પલટો આવતાં બફારાનો અનુભવ

અમદાવાદના વાતાવરણમાં પણ આજે વહેલી સવારથી પલટો જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી શહેરમાં વાદળછાયુ વાતાવરણ છે. કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટ પણ પડ્યા છે. જોકે વરસાદી છાંટા બાદ ઉકળાટ વધ્યો છે. દરિયામા ઉત્પ્પન થયેલા વાયુ ચક્રવાની અસર અમદાવાદમા જોવા મળી રહી છે. આજ વહેલી સવારથી જ શહેરમા વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. સાથે સાથે વાદળછાયા વાતાવરણથી શહેરમા બફારો પણ વધી રહ્યો છે.

અમદાવાદમાં થયેલી વાયુ વાવાઝોડાની અસરના કારણે વાદળછાયુ વાતાવરણ થયું હતું. જેના પરિણામે સૂર્યદેવતાના પ્રકોપથી લોકો બચ્યા હતા. જો કે સૂર્ય ન દેખાવા છતાં ઉકળાટ પણ થયો હતો. તો અમદાવાદમાં કેટલીક જગ્યાએ છૂટા છવાયા છાંટા પણ પડ્યા હતા. સૌરાષ્ટ્રમાં વાયુ ચક્રવાતની અસરના કારણે વાયુ વાવાઝોડાની ઈફેક્ટ અમદાવાદ સહિતના વિસ્તારોમાં જોવા મળી હતી. જેના પરિણામે સવારમાં સૂરજ દેખાયો નહોતો.

READ ALSO

Related posts

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: ખાણ-ખનીજ ક્ષેત્રને મળશે આ દરજ્જો

Riyaz Parmar

સુરત: લુમ્સનાં ખાતામાં આગ, ફાયર બ્રિગેડની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી

Riyaz Parmar

હિમાચલ પ્રદેશના કૂલ્લુમાં ગોઝારો અકસ્માત, બસ ખીણમાં પડી જતા 43નાં મોત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!