GSTV
Home » News » જાડેજા-ધોની રમતા હતા, ત્યારે અમારા શ્વાસ પણ અધ્ધર થઈ ગયા હતા : બોલ્ટ

જાડેજા-ધોની રમતા હતા, ત્યારે અમારા શ્વાસ પણ અધ્ધર થઈ ગયા હતા : બોલ્ટ

ભારતે શરૂઆતના ધબડકા બાદ જોરદાર સંઘર્ષ કરતાં ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં જીતની આશા જન્માવી હતી. જોકે ન્યૂઝીલેન્ડે જોરદાર કમબૅૅક કરતાં જીત મેળવી હતી. ન્યૂઝીલેન્ડ ભલે જીત સાથે ફાઈનલમાં પ્રવેશ્યું, પણ મેદાની મુકાબલામાં તો રવિન્દ્ર જાડેજા અને મહેન્દ્ર સિંહ ધોનીની લડાયક બેટીંગથી ભારે રોમાંચ સર્જાયો હતો. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર બોલ્ટે કહ્યું કે, જ્યારે જાડેજા અને ધોની બેટીંગ કરી રહ્યા હતા, ત્યારે અમારા શ્વાસ પણ અધ્ધર થઈ ગયા હતા. 

માંચેસ્ટરમાં જીતવા માટેના ૨૪૦ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ ૯૨/૬ પર ફસડાતા હાર નજર સામે દેખાવા માંડી હતી. આ તબક્કે સાતમા ક્રમે ઉતરેલા ધોની અને આઠમા ક્રમના બેટ્સમેન જાડેજાએ જબરજસ્ત કાઉન્ટર એટેક કરતાં ભારતની જીતની આશા જીવંત બનાવી દીધી હતી. જાડેજાએ ૭૭ અને ધોનીએ ૫૦ રન ફટકારવાની સાથે સાતમી વિકેટમાં ૧૧૬ રનની ભાગીદારી કરી હતી. 

જોકે બોલ્ટે જાડેજાને આઉટ કરતાં ન્યૂઝીલેન્ડને જીત તરફ અગ્રેસર કર્યું હતુ. જે પછી ગપ્ટિલે ધોનીને શાર્પ થ્રો થી રન આઉટ કરતાં ભારતની જીતના દરવાજા બંધ કર્યા હતા. બોલ્ટે કહ્યું કે, જાડેજા અને ધોનીએ ભારે તનાવ વચ્ચે ખુબ જ આસાનીથી બેટીંગ કરતાં જીતનો જુસ્સો બતાવ્યો હતો. જોકે આખરે અમે જીત મેળવી શક્યા, જે આવકાર દાયક રહ્યું. ન્યૂઝીલેન્ડ ૨૦૧૫ના વર્લ્ડ કપમાં પણ ફાઈનલમાં પ્રવેશ્યું હતુ. આ સતત બીજા વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડે એન્ટ્રી મેળવી લીધી છે. હવે તેઓ ૧૪મી જુલાઈએ ફાઈનલ રમશે.

READ ALSO

Related posts

ભારતમાં બંધ થઈ રહ્યા છે પોપ્યુલર બ્રાન્ડનાં આ સિરીઝનાં ફોન, જાણો તે કયા છે ફોન

Path Shah

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!