GSTV
Home » News » Video: જાડેજાએ એવી સિક્સર ફટકારી કે પોતે તો ગબડી પડ્યો, પણ બોલરને પણ ભોંયભેગો કરી દીધો

Video: જાડેજાએ એવી સિક્સર ફટકારી કે પોતે તો ગબડી પડ્યો, પણ બોલરને પણ ભોંયભેગો કરી દીધો

Ravindra Jadeja shot

આઇપીએલ-12ની 25મી મેચ ચેન્નઇ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ અમ્પાયરો સાથે કરેલી ગરમા-ગરમીના કારણે તો ચર્ચામાં છે જ પરંતુ આ મેચમાં જાડેજાએ ફટકારેલી ગગનચુંબી સિક્સર પણ ચર્ચાનો વિષય બનેલી છે. 30 વર્ષીય રવીન્દ્ર જાડેજાએ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં ગજબનો શૉટ ફટકાર્યો. ચેન્નઇને અંતિમ ઓવરમાં જીત માટે 18 રનની જરૂર હતી. રવિન્દ્ર જાડેજાએ નિર્ણાયર ઓવર કરવા આવેલા બેન સ્ટોક્સના પહેલાં જ બોલમાં ગજબની સિક્સર ફટકારી.

જાડેજાનો આ શૉટ જોઇને સૌકોઇ દંગ રહી ગયાં. સ્ટોક્સે ઑફ સ્ટંપથી બહાર બોલ નાંખ્યો જે લગભગ વાઇડ હતો, જાડેજાએ ગબડી પડતાં બોલરના માથા પરથી એવો શૉટ ફટકાર્યો કે બોલ સીધો બાઉન્ડ્રી પાર કરી ગયો. આ ઉપરાંત સિક્સર ફટકારતાં જ બેન સ્ટોક્સ પણ કાબૂ ન રાખી શક્યો અને તે પણ ગબડી પડ્યો. સ્ટોક્સને પણ વિશ્વાસ ન થયો કે આખરે જાડેજાએ સિક્સર ફટકારી કેવી રીતે.

જાડેજાએ આવી ગગનચુંબી સિક્સર ફટકારીને કલકત્તા નાઇટ રાઇડર્સના જાબાંજ સ્ટાર આંદ્ર રસેલને પણ પાછળ છોડી દીધો છે. 24 માર્ચે રસેલે પણ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે કલકત્તામાં આવી જ સિક્સર ફટકારી હતી પરંતુ ત્યારે તેણે ઘુંટણ ટેકવતા સિક્સર મારી હતી જ્યારે જાડેજાએ તો જમીન પર ખાબકતાં સિક્સર ફટકારી.

જણાવી દઇએ કે અંતિમ ઓવરમાં બેન સ્ટોક્સનો આગામી બોલ નો બોલ હતો અને ત્રીજા બોલ પર ધોની બોલ્ડ થઇ ગયો. ચોથો બોલ નો બોલ હતો જે બાદ આ નિર્ણય પરત લેવામાં આવ્યો અને કોઇએ વિચાર્યુ પણ નહી હોય તેમ ધોની મેદાનમાં ઉતરી આવ્યો અને અમ્પાયરો સાથે તેની બોલાચાલી થઇ. આગામી બોલ પર 2 રન મળ્યાં અને અંતિમ બોલ પર મિશેલ સેંટનેરે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી.

Read Also

Related posts

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah

ફુટબોલને અલવિદા કહી શકે છે આ દિગ્ગજ ખેલાડી, સંન્યાસની અટકળો વચ્ચે આપ્યું મોટું નિવેદન

Path Shah

પાકિસ્તાને સુંદરબનીમાં ફરી કર્યુ સીજફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!