બોલીવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાડિઝના હુશ્નના લાખો દિવાના છે. જેઓ તેના લેટેસ્ટ ફોટોઝની આતુરતાથી રાહ જોતા હોય છે. તે જ્યારે પણ પોતાના ફોટો શેર કરે ત્યારે ગણતરીની મિનિટોમાં જ તેના ફોટો વાયરલ થઈજાય છે. હાલમાં જ જેકલિને પોતાના કિલર લુકથી મદહોશ કરી દીધા છે. તેના ફોટો ઉપર ખૂબજ લાઈક આવવા લાગી છે.

જેકલિન ફર્નાડીસે કેમેરાની સામે પોતાની દિલકશ અદાઓ દેખાડી છે. ફોટોમાં જેકલિન હાઈ સ્લિટ ગાઉનમાં ખૂબજ ગ્લેમરસ લાગે છે. તેણે કાઉચ ઉપર બેસીને એવા એવા પોઝ આપ્યા છે કે તેને જોતાં જ ફેન્સના દિલ ધડકવા લાગ્યા છે.

અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝે કાનમાં હૂપ્સ ઇયરિંગ્સ પહેરી હતી અને પોતાના વાળને ડ્રેસના હિસાબથી ગ્લેમર ટચ આપવા તેના વાળ ખુલ્લા રાખ્યા હતા. આ સાથે જેકલીને ડ્રેસ સાથે મેચ થતી હીલ્સ પહેરી છે, જે તેના લુકને અનોખો કમ્પ્લિમેન્ટ આપી રહી છે.
જેકલિનના ફોટો પર લોકોની કમેન્ટ
જેકલીન ફર્નાન્ડિઝે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટાઓ પોસ્ટ કર્યા છે. જેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું, કોઈ આટલું સુંદર કેવી રીતે હોઈ શકે? બીજા યુઝર્સે લખ્યું હોટથી પણ હોટ અદા. આ સિવાય અનેક યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં જોરદાર રીતે ફાયર ઇમોજી શેર કરી છે.

જેકલીનની એક્શન-ડ્રામા ફિલ્મ ‘એટેક’ 1 એપ્રિલ, 2022ના રોજ રિલીઝ થશે
જેકલિનના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો હાલમાંજ તેની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ રિલીઝ થઈ છે જેમાં તેણે અક્ષય કુમાર, અરશદ વારસી, કૃતિ સેનન જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી. હવે જેકલીનની એક્શન-ડ્રામા ફિલ્મ ‘એટેક’ 1 એપ્રિલ, 2022ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ દિવસોમાં તે પોતાના કોસ્ટાર્સ જ્હોન અબ્રાહમ અને રકુલ પ્રીત સિંહ સાથે ફિલ્મના જોરશોરથી પ્રમોશનમાં વ્યસ્ત છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- હિરોઈન ચાલી કહેવા અંગે ઠપકો આપતા મામલો બિચકયો: ત્રણને ઇજા
- અદાણીના વળતા પાણી? / હિંડનબર્ગના બાદ અદાણી ગ્રુપને ક્રેડિટ સુઈસ આપ્યો ઝટકો, ચારે બાજુથી ઘેરાયા?
- પોલીસે 30 કિ.મી પીછો કરીને ઝડપ્યા, વડોદરામાં 3 રોમિયો રિક્ષામાં જતી યુવતીને કરતાં હતાં પરેશાન
- સેમસંગ ગેલેક્સી એસ23 અલ્ટ્રા, આઈફોન-14 પ્રો મેક્સને આપશે ટક્કર, જાણો ક્યો સ્માર્ટફોન છે વધુ શ્રેષ્ઠ?
- અદાણીને હિન્ડેનબર્ગનું ગ્રહણ લાગ્યું? / મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વચ્ચેનો તફાવત સમજો