GSTV

ટાઇગરની આ એક્શન-ડ્રામા ફિલ્મમાં જેકી શ્રોફની એન્ટ્રી, પહેલીવાર સ્ક્રીન શેર કરશે પિતા-પુત્રની જોડી

સાજિદ નડિયાદવાળાની ફિલ્મ ‘હીરોપંતી’થી કારકિર્દી શરૂ કરનારા ટાઇગર શ્રોફને, ઘણા ફિલ્મસર્જકો પિતા સાથે રૂપેરીપડદે લેવા ઇચ્છતા હતા. અંતે આ મેળ ખાઇ ગયો છે. મળેલી બાતમીના અનુસાર, જેકી શ્રોફને ફિલ્મ બાગીની ફ્રેન્ચાઇઝીમાં લેવામાં આવ્યો છે.

સૂત્રની વાત સાચી માનીએ તો, જેકી શ્રોફ ‘બાગી ૩’માં તે ટાઇગર અને રિતેશ દેશમુખના પિતા અને પોલીસની ભૂમિકામાં ભજવવાનો છે. ટાઇગર અને રિતેશ ફિલ્મમાં ભાઇઓની ભૂમિકામાં છે. જેકીને આ ફિલ્મમાં લેવાનો આઇડિયા સાજિદનો જ હતો. તેણે જેકી સાથે આ બાબતે વાત કરી હતી અને જેકીએ તરત જ કામ કરવાની હા પાડી હતી. જેકી ૨૦ જાન્યુઆરી સોમવારથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. પાંચ દિવસના શેડયુલનું આ શૂટિંગ શુક્રવારે પુરુ પણ થઇ ગયું છે.તેઓ મુંબઇના એક પરામાં જ શૂટિંગ કરી રહ્યા હતા.

” રૂપેરી પડદે પિતા પુત્રને સાથે જોવાની લોકોની ઉત્કંઠા હતી. ઘણા ફિલ્મસર્જકો તેમને સાથે  લેવા ઇચ્છતા હતા પરંતુ મેળ પડયો નહીં. અમારી આ ફિલ્મમાં અમને લાગ્યુ હતુ કે,ફિલ્મમાંના પિતા અને પોલીસના પાત્ર માટે જેકી જ યોગ્ય અભિનેતા છે,” તેમ સાજિદે જણાવ્યું હતું. અહમદ ખાન દિગ્દર્શિત આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને અંકિતા લોખંડે બહેનાનું પાત્ર ભજવી રહી છે.

Read Also

Related posts

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva

KBC: 1 કરોડના સવાલનો જવાબ ન આપી શકી આ સ્પર્ધક, શું તમે જાણો છે સાચો જવાબ ?

Nilesh Jethva

દિલ્હીમાં 5000થી વધુ કોરોના કેસ નોંધાતા સરકારે બદલ્યો ટેસ્ટિંગ માટેનો એક્શન પ્લાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!