GSTV
Trending Videos Viral Videos

VIDEO: કુતરાએ સ્વિમિંગ પૂલમાં લગાવી લોન્ગ જમ્પ, સ્લો મોશનમાં ઉડતો જોવા મળ્યો

જો તમે ક્યારેય ટીવી પર કે હકીકતમાં લોન્ગ જમ્પની રમત જોઈ હોય, તો તમને નવાઈ લાગતી હશે કે લોકો આટલે દૂર સુધી કઈ રીતે કૂદી શકતા હશે. જો કે તે જોવામાં સરળ લાગે છે, પરંતુ તેના માટે સખત મહેનતની જરૂર છે. તો જ લોકો ઓલિમ્પિક જેવી રમતમાં પ્રદર્શન કરી શકશે. પરંતુ શું તમે ક્યારેય કૂતરાને સ્વિમિંગ પુલમાં લોન્ગ જમ્પ મારતા જોયો છે? હાલમાં જ એક વીડિયો ચર્ચામાં છે જેમાં એક કૂતરો પાણીમાં લાંબી છલાંગ લગાવી રહ્યો છે.

તેના અદ્ભુત વીડિયો માટે ફેમસ સોશિયલ મીડિયા એકાઉન્ટ વાયરલ વિડિયો પર જાનવરોને લગતા ફની વીડિયો અવારનવાર જોવા મળે છે. આ વિડીયોમાં પ્રાણીઓની ઘણી મજેદાર અને આશ્ચર્યજનક બાબતો હોય છે. આ દિવસોમાં એક એવો જ વીડિયો વાયરલ થયો છે જેમાં એક કૂતરો સ્વિમિંગ પૂલમાં લાંબો કૂદકો મારી રહ્યો છે. મોટી વાત એ છે કે તેના જમ્પનું અંતર જોઈને એથ્લીટ પણ શરમાઈ જશે.

કૂતરાએ પાણીમાં માર્યો લાંબો કૂદકો

વીડિયોમાં દેખાતો કાળો અને સફેદ કૂતરો જેક રસેલ જાતિનો છે. તે થોડે દૂરથી દોડીને આવે છે અને પાણીથી ભરેલા સ્વિમિંગ પુલમાં છલાંગ મારે છે. આ આખો વિડિયો સ્લો મોશન મોડમાં શૂટ કરવામાં આવ્યો છે, તેથી જમ્પ સ્ટાઇલ એકદમ આકર્ષક લાગે છે. પાણીમાં કૂદકો માર્યા બાદ તે થોડીવાર માટે પાણીમાં તરતો પણ જોવા મળે છે.

લોકોએ પ્રતિક્રિયા આપી

વીડિયોને 16 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક વ્યક્તિને આશ્ચર્ય થયું કે આ કૂતરો પાણીમાં મસ્તી કરી રહ્યો છે. તેણે કહ્યું કે તેનો જેક ડેનિયલ કૂતરો પાણીને નફરત કરે છે. એકે કહ્યું કે કૂતરો લાંબા સમય સુધી હવામાં રહ્યો જે ચોંકાવનારો છે. એકે કહ્યું કે હવામાં હોવા છતાં તેની પૂંછડી હલતી હોય તેવું લાગે છે, જે ખૂબ જ ક્યુટ છે. ઘણા લોકો પોતાના પ્રિયજનોને ટેગ કરીને વીડિયો બતાવી રહ્યા છે. જો કે, માણસો અને કૂતરા વચ્ચેનો સંબંધ ખૂબ જ ખાસ છે અને આપણને ઘણીવાર તેવા નજારા જોવા પણ મળે છે. થોડા સમય પહેલાનો એક વિડીયો ઘણો વાયરલ થયો હતો જેમાં કૂતરો કેનાલમાં પડ્યો હતો, તેજ ધારની સાથએ વહેતો નજર આવ્યો, જેને બચાવવા માટે વ્યક્તિએ પોતાના જીવને જોખમમાં મુકી દીધુ હતો.

READ ALSO:

Related posts

સતત ચોથા દિવસે ભારતીય બજારમાં વેચવાલી, નવ ટ્રેડીંગ સત્રમાં રોકાણકારોના રૂ.16.59 લાખ કરોડનું ધોવાણ

GSTV Web Desk

I&B Ministry : સરકારે 10 યુટ્યુબ ચેનલો – 45 વીડિયોઝને બ્લોક કર્યા, ફેક ન્યૂઝ દ્વારા ધાર્મિક ફેલાવતા હતા ઉન્માદ

GSTV Web Desk

ડાયાબિટીસના દર્દીઓ નવરાત્રિ વ્રત ઉપવાસમાં આ બાબતોનું રાખે ધ્યાન, હેલ્થ જાળવવામાં મળશે મદદ

HARSHAD PATEL
GSTV