GSTV
Gujarat Government Advertisement

ભૂલ ભારે પડી / ચીનની સરકાર સાથે પંગો લેવો જેક માને ભારે પડ્યો, 8 મહિનામાં અડધી થઇ ગઈ પ્રતિષ્ઠા

Last Updated on June 10, 2021 by Zainul Ansari

જેક મા જે વિશ્વના 25મા સૌથી ધનિક વ્યક્તિ છે, તેમનો અમ્પાયર હવે ધીમે ધીમે ભાંગી રહ્યો છે. ચીનની સરકાર એટલી નારાજ થઇ ગઇ છે કે એક વર્ષ પહેલા જે અમ્પાયરનું મૂલ્યાંકન 1326 અબજ ડોલર હતું. આજે તે ઘટીને અડધી થઈ ગઈ છે. ખાસ કરીને Ant Groupનો બિઝનેસ સંપૂર્ણ રીતે પતન પામ્યો છે. પહેલા તેના આઈપીઓ રદ કરવામાં આવ્યા. એકંદરે જેક મા માટે રસ્તો સરળ નથી. એક પછી એક તેઓ જૂથ પરનો નિયંત્રણ ગુમાવી રહ્યા છે. પોતાની ભાગીદારી વેચવી પડી રહી છે.

વેપારનું શું થયું

અલીબાબાનું મુલ્યાંકન ઓક્ટોબર 2020માં 857 અબજ ડોલર હતુ, જે હવે ઘટી 588 કરોડ ડોલર પર આવી ગયુ છે. જ્યારે Ant groupના IPO પણ રદ થઇ ગયા. IPO સાથે Ant groupનું મૂલ્યાંકન 470 અબજ ડોલર હતુ. પરંતુ હવે તે 108 ડોલર પર આવી ગયુ છે.

ક્યા ભૂલ થઈ

જેક માથી ગત વર્ષે સૌથી મોટી ભૂલ થઈ, જ્યારે તેમણે ચીનના રાષ્ટ્રપતિની ટિકા કરી હતી. જેક માએ ચીનની સરકારને અપીલ કરી હતી કે વ્યવસ્થામાં એવા ફેરફાર કરવામાં આવે, જે વેપારમાં નવી વસ્તુ શરૂ કરવાના પ્રયાસને દબાવવાનો પ્રયાસ ના કરે. તેમણે વૈશ્વિક બેંકિંગ નિયમોને ‘વૃદ્ધોની ક્લબ’ કરાર આપ્યું. જેક માનુ આ ભાષણ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીને પસંદ ના પડી. ત્યારબાદથી તેમની કંપનીઓને નિશાન બનાવવામાં આવી.

મીડિયા સેક્ટરમાં એન્ટ્રી કારણ

માર્ચમાં ચીન સરકારે તેમના જૂથ અલીબાબાને તેમની મીડિયા સંપત્તિઓને વેચવાનો આદેશ આપ્યો. ધ વોલ સ્ટ્રીટ જનરલ (ડબ્લ્યૂએસજે)એ આ મામલાની જાણકારી રાખતા લોકોને ટાંકીને જણાવ્યું હતુ કે બીઝિંગ દેશમાં જનતા વચ્ચે દિગ્ગજ ઔદ્યોગિક કંપનીના પ્રભાવને લઇ ચિંતિત છે.

2020માં મીડિયા સેક્ટરમાં એન્ટ્રી

અલીબાબાએ ગત વર્ષે જ સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ હસ્તગત કરતા મીડિયા ક્ષેત્રમાં એન્ટ્રી કરી. આ એક એવો સમાચાર પત્ર છે, જેની શરૂઆત 118 વર્ષ પહેલા હોંગકોંગ થઇ હતી. કંપની પાસે ચીન સ્થિત મીડિયા કંપનીમાં પણ ભાગીદારી છે. ટેક્નોલોજી ન્યૂઝ સાઇટ 36કેઆર, સરકારની સ્વામિત્વવાળા શંઘાઈ મીડિયા ગ્રુપ, ટ્વીટર જેવી વીબો પ્લેટફોર્મમાં ભાગીદારી સાથે ઘણી લોકપરિય ચીની ડિજીટલ અને પ્રિન્ટ સમાચાર સંસ્થાઓમાં પણ તેમની ભાગીદારી છે.

એજન્સીમાં ભાગીદારી

ઉપરાંત અલીબાબાએ સમાચાર એજન્સી સિન્હુઆ અને ઝેજિયાંગ અને સિચુઆન પ્રાંતોમાં સ્થાનિક સરકાર દ્વારા સંચાલિત સમાચાર પત્રોના સમૂહ સાથે સંયુક્ત સાહસ અથવા ભાગીદારી સ્થાપિત કરી છે. ચીનની સરકાર અલીબાબાના મીડિયા જગતમાં વિસ્તારને લઇ ચિંતિત છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

LJP માં મચેલી ધમાસાણ બાદ પટનામાં હોબાળો, રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી હટાવતા જ ચિરાગએ પાંચેય સાંસદોને કર્યા સસ્પેન્ડ

Dhruv Brahmbhatt

કોરોનાની સારવાર માટે SBI આપી રહી છે 5 લાખ રૂપિયાની લોન! કેવી રીતે મળશે આ સુવિધા, જાણો તેના વિશે ડિટેલમાં

Zainul Ansari

મોરબીના હળવદમાં ફૂડ પોઈઝનિંગના બનાવો વધ્યા, માત્ર એક અઠવાડિયામાં 140થી વધુ કેસ નોંધાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!