GSTV

જૈક ડોર્સી સામાન્ય લોકો માટે આ નામ હશે અજાણ્યું, પરંતુ ભારત માટે છે વિવાદાસદ

Last Updated on November 30, 2021 by Vishvesh Dave

જૈક ડોર્સીએ ટ્વિટરનું સીઈઓ પદ છોડવાની જાહેરાતે સૌને જરૂર ચોંકાવી દીધા. પરંતુ વાત એમ છે કે ટ્વીટર સાથે જોડાયેલા વિવાદોના કારણે જૈક ડોર્સી પણ વિવાદોમાં રહ્યા. 16 વર્ષ સુધી ટ્વિટર પર સાથે ભારત સાથે જોડાયેલા વિવાદ કંઈ ઓછા નથી. જોઈએ તેઓ કયા કયા વિવાદોમાં આવ્યા હતા.

Critics of Dorsey have long been skeptical of his dual roles as CEO of both Twitter and payment-processing firm Square.

વિશ્વમાં સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે તે ટ્વીટરના સીઈઓ હતા. 16 વર્ષ સુધી ટ્વીટર સાથે જોડાયેલા જૈક ડોર્સીએ ટ્વીટરના સીઈઓ પદેથી રાજીનામુ આપ્યું. જૈકે થોડા સમય પહેલા જ સીઈઓ પદ છોડવાના સંકેત આપી દીધા હતા. તેમના ભારત સાથેના વિવાદો પર નજર કરીએ તો સૌથી મોટો વિવાદ નવેમ્બર 2018માં થયો હતો. ડોર્સી એક બ્રાહ્મણ વિરોધી પોસ્ટર હાથમાં લઈને ઉભા હતા. જે બાદ માઈક્રો બ્લોગિંગ સાઈટ પર ભારતમાં નિશાને આવી ગયા હતા. ટ્વીટર પર વાયરલ થયેલી તસવીર પર લખ્યું હતું કે પિતૃસત્તાત્મક બ્રાહ્મણવાદ કા નાશ હો. ટ્વીટર પણ ઘણી મોટી હસ્તીઓએ ડોર્સીની આલોચના કરી હતી. આ મામલે તેમના વિરુદ્ધ ભારતમાં એફઆઈઆર પણ નોંધાઈ હતી.

જૂન 2021માં ટ્વીટર ભારતના નકશાને ખોટી રીતે રજૂ કરવા પર વિવાદમાં આવ્યું હતું. ટ્વીટરે લેહને ચીનનો ભાગ બતાવ્યો હતો. કેન્દ્ર સરકારે ટ્વીટરને ચેતવણી આપી હતી. અને બાદમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે ટ્વીટરને પત્ર લખી ચેતવણી આપી હતી કે ભારતનો આ પ્રકારનો નકશો બતાવવો ગેરકાયદેસર છે. લેહ લદ્દાખ ક્ષેત્રનું હેડક્વાર્ટર છે. ભારતની અખંડતા અને સંપ્રભુતાનું અપમાન કરવાના આવા કોઈપણ પ્રયાસો સહન નહીં કરાય.

ડિસેમ્બર 2020 માં બેંગાલુરુમાં જૈક ડર્સી વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હતી. જૈક સામે હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ હતો. કેનેડાના વૈંકૂવરમાં રહેતા એક શખ્સે ટ્વીટર પર હિંદુ દેવી-દેવતાઓને લઈ સપ્ટેમ્બર 2020માં આપત્તિજનક ટ્વીટ કરી હતી. અને આ ટ્વીટ 40 દિવસ સુધી હતી એફઆઈઆમાં જૈક ડોર્સી ઉપરાંત ટ્વીટર ઈન્ડિયાના ત્રણ અન્ય ડિરેક્ટર વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ હતી.

5 જૂન 2021ના દિવસે ભારત સરકાર વર્સિસ ટ્વીટરની લડાઈ ચાલી હતી. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, મોહન ભાગવત સહિત આરએસએસના ઘણા નેતાઓના ટ્વીટર હેન્ડરને અનવેરિફાઈડ કરીને બ્લૂ ટિકને હટાવી દેવાઈ હતી. ઘણા વિરોધ અને હંગામા બાદ ટ્વીટરે નેતાઓના ટ્વીટર એકાઉન્ટ પર બ્લૂ ટિક પરત કરી હતી.

ખેડૂત આંદોલનની આડમાં ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં નિકળેલી ટ્રેક્ટર માર્ચ દરમિયાન દિલ્હીમાં હિંસા થઈ હતી. તે સમયે ટ્વીટર પર ઘણા ફેક ન્યૂઝ અને ભડકાઉ પોસ્ટ થઈ હતી. બાદમાં કેન્દ્ર સરકારે ટ્વીટરના આવા એકાઉન્ટ વિરુદ્ધ પગલાં લેવા કહ્યું હતું. આખરે ટ્વીટરના 257 એકાઉન્ટ સસ્પેન્ડ કરવા પડ્યા હતા.

ALSO READ

Related posts

BIG BREAKING: OBC Reservation/Quota: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસીક નિર્ણય, જાણો શું કહ્યું કોર્ટે!

pratik shah

જોરદાર સ્કીમ/ 25 રૂપિયા લીટર સસ્તું પેટ્રોલ મેળવવાનો મોકો, આ રીતે ફટાફટ ઉઠાવો લાભ

Bansari

રેલ્વેનો મહત્વનો નિર્ણય! જો તમે ઉંચા અવાજે મ્યુઝીક સાંભળ્યું કે ઘોંઘાટ કર્યો તો થશે કાર્યવાહી, ગ્રુપમાં મુસાફરી કરનાર યાત્રીઓ માટે પણ નવા નિયમો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!