સાઉધમ્પ્ટનના રોઝ બાઉલ ખાતે રમાઈ રહેલી પાકિસ્તાન સામેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના જેક ક્રોલીએ શાનદાર બેવડી સદી ફટકારી હતી. તેણે તોતિંગ કહી શકાય તેવા 267 રન ફટકાર્યા હતા પરંતુ આ સ્કોર પર આવ્યા બાદ તે સ્ટમ્પ થયો હતો. ટેસ્ટ ક્રિકેટમાં અગાઉ એવા 11 પ્રસંગ બન્યા છે જ્યારે કોઈ બેટ્સમેન બેવડી સદી ફટકાર્યા બાદ સ્ટમ્પ થયો હોય. તેમાં ય જેક ક્રોલી આ યાદીમાં સર્વોચ્ચ રન ફટકારનારો બેટ્સમેન છે કેમ કે 267 થી વધારે રન કરીને અન્ય કોઈ બેટ્સમેન સ્ટમ્પ થયો નથી.
પોતાના સાથી બેટ્સમેન જોઝ બટલર સાથે ક્રોલીએ 359 રનની જંગી ભાગીદારી નોંધાવી હતી અને આ દરમિયાન પોતાની કરિયરની પહેલી બેવડી સદી પણ ફટકારી હતી. ક્રિકેટમાં જંગી સ્કોર ફટકાર્યા બાદ ખેલાડીઓ સાવચેતી દાખવતા હોય છે અને બને ત્યાં સુધી નિયમિત સ્ટાઇલ થી જ આઉટ થતા હોય છે પરંતુ ક્રોલી ઉતાવળ કરવા ગયો અને અસાદ શફીકની બોલિંગમાં એટલો આગળ વધી ગયો કે સ્ટમ્પ થઈ ગયો. આ જ રીતે વેસ્ટ ઇન્ડિઝનો બ્રાયન લારા સિડની ખાતે ઓસ્ટ્રેલિયા સામે રમતો હતો ત્યારે તેણે શાનદાર 277 રન ફટકાર્યા હતા અને એ વખતે તે રનઆઉટ થયો હતો.

ટેસ્ટ ક્રિકેટમાં સ્ટમ્પ થયેલા બેટસમેનના સર્વોચ્ચ સ્કોર
267, જેક ક્રોલી, વિ. પાક., 2020. 258, સિમોન નર્સ, વિન્ડિઝ વિ. ન્યૂઝી. 1968. 257, રિકી પોન્ટિંગ, ઓસી. વિ. ભારત, 2003. 239, ગ્રેહામ ડાઉલિંગ, ન્યૂઝી. વિ. ભારત, 1967. 223, જ્યોર્જ હેડલી, વિન્ડિઝ વિ. ઇંગ્લેન્ડ, 1929. 221, કુમાર સંગાકરા શ્રીલંકા વિ. પાકિસ્તાન, 2014. 220, ક્લાઈડ વોલ્કોટ, વિન્ડિઝ વિ. ઇંગ્લેન્ડ, 1953. 219, માર્ક ટેલર, ઓસી. વિ.ઇંગ્લેન્ડ, 1989. 211, ઇઝાઝ અહેમદ, પાકિસ્તાન વિ. શ્રીલંકા, 1998. 206, રિકી પોન્ટિંગ, ઓસી. વિ. વિન્ડિઝ, 2002, 206, તમિમ ઇકબાલ, બાંગ્લાદેશ વિ. પાકિસ્તાન, 2014. 205, એલન બોર્ડર, ઓસી. વિ. ન્યૂઝીલેન્ડ, 1987.
Read Also
- મ્યાનમાર / નોબેલ પારિતોષિક વિજેતા આંગ સાન સુ ચીને વધુ 6 વર્ષની સજા, ભ્રષ્ટાચારનો છે આરોપ
- જબરદસ્તી ભારે પડી/ વરરાજાને પરાણે લાડુ ખવડાવવા કન્યાને ભારે પડ્યા, વરરાજાને આવ્યો ગુસ્સો આવતાં દુલ્હને સપનામાં પણ વિચાર્યું નહીં હોય તેવા કર્યા ખરાબ હાલઃ વીડિયો થયો વાયરલ
- મિશન 2022 / ત્રણ દિવસના પ્રવાસે આવશે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા
- મીકા સિંહની થનારી દુલ્હન આકાંક્ષા પુરીએ બતાવ્યો પોતાનો બોલ્ડ લુક, બ્લેક મોનોકિનીમાં પાણીમાં જ લગાવી દીધી આગ
- ભારતના વોરેન બફેટ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાને હતો આ 5 જાદુઈ શેર પર ભરોસો, આ સ્ટોક્સે બનાવ્યા હતા બિગ બુલ, શું તમારી પાસે છે?