GSTV
Gujarat Government Advertisement

જબરિયા જોડીનું ટ્રેલર થયું રિલીઝ, ફિલ્મમાં બતાવાયેલા લગ્નનું છે આ ખાસ કારણ

Last Updated on July 2, 2019 by

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતિ ચોપરા સ્ટાર ફિલ્મ જબરિયા જોડીનું ટ્રેલર વીડિયો રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર ઘણું કેચી છે અને થોડા જ સમયમાં યુ-ટ્યૂબ પર 45 લાખથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે. ફિલ્મની વાર્તા એક એવા છોકરાની છે, જે લગ્ન કરવા આવે, પણ એક છોકરીના પ્રેમમાં છે.

પછી જ્યારે છોકરો લગ્નની વાત ટાળવા લાગે છે ત્યારે છોકરી તેની સાથે પકડવા લગ્ન કરવાની વાત કહે છે. ફિલ્મની કહાની ભલે થોડી ફની લાગી રહી હોય, પરંતુ બિહારની એક બહુ સીરિયસ પ્રોબ્લેમ પર ફોકસ કર્યું છે. બિહારમાં આ ઘટના સામાન્ય છે.

જ્યારે યુવાનોને કિડનેપ કરીને જબરદસ્તી તેમના લગ્ન કોઈ છોકરી સાથે કરાવવામાં આવે છે. આ લગ્નમાં ઘણી વાર દુલ્હાને ગન પ્વોઈન્ટ પર રાખીને કરાવામાં આવે છે. આ ભયાનક હોય છે કે છોકરા અને છોકરીના જબરદસ્તી લગ્ન કરાવાય છે અને ના પાડવા પર તેમને મારવામાં આવે છે.

આ પ્રકારના લગ્ન ત્યારે થાય છે જયારે છોકરા વાળા વધારે દહેજની માગ કરે અથવા લગ્નની વાત નક્કી થયા બાદ પણ બેકઆઉટ કરે. વધારે પ્રમાણમાં તો દહેજનો જ મામલો હોય છે. એવામાં છોકરી વાળા ગેન્ગનો સંપર્ક કરે છે.

અને તે પકડવા લગ્ન કરાવે છે. આ ગેન્ગ છોકરાને કિડનેપ કરી તેની સાથે મારપીટ કરી જબરદસ્તી તેના લગ્ન છોકરી સાથે કરાવે છે. ઘણા વાર એવા લોકો પણ પકડવા વિવાહ કરાવતા હોય છે દહેજ નથી આપી શકતા હોતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

બોલીવુડની આ હસ્તીઓ ક્રિપ્ટોકરન્સીમાં લેશે તેની ફી, આવું કરવા વાળા ભારતના પહેલા કલાકાર

Vishvesh Dave

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!