GSTV

5 વર્ષોમાં SRKની સૌથી ઓછી ઑપનિંગ કરનાર ફિલ્મ બની ‘JHMS’

શાહરૂખ ખાનની ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’ રિલીઝ થતાની સાથે જ એક રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. છેલ્લા 5 વર્ષોમાં આ ફિલ્મ SRKની સૌથી ઓછું ઑપનિંગ ક્લેકશન કરનારી ફિલ્મ બની ગઇ છે.

4 ઓગસ્ટના રિલીઝ થયેલી ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’ એ બૉક્સ ઑફિસ પર અવરેજ ઑપનિંગ લીધી છે. ટ્રેડ એનાલિસિસ્ટ અનુસાર ફિલ્મે પહેલા દિવસે માત્ર 17.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ છે. ‘જબ હેરી મેટ સેજલ’ ને ઇમ્તિયાઝ અલી ડિરેક્ટ કરી છે, જ્યારે અનુષ્કા શર્મા શાહરૂખ ખાનની ઑપોઝિટ જોવા મળશે. ‘જબ હૈરી મેટ સેજલ’ને ક્રિટિક્સ અને ઓડિયન્સ તરફથી મિક્સ રિવ્યૂઝ મળ્યા છે.

જુઓ, જબ હેરી મેટ સેજલનો રિવ્યુ

તમને જણાવી દઇએ કે આ ફિલ્મ 2017માં શાહરૂખ ખાનની બીજી રિલીઝ છે. વર્ષની શરૂઆતમાં આવેલી ‘રઇસ’એ પહેલા દિવસે 20.42 કરોડ રૂપિયાનું ક્લેકશન કર્યુ હતુ. ‘જબ હેરી મેટ સેજલ’ આ વર્ષની ચોથી સૌથી મોટો ઑપનિંગ છે. આ પહેલા બાહુબલી 2 (41 કરોડ), ટ્યૂબલાઇટ (21.15 કરોડ) અને રઇસ (20.42 કરોડ)ની કમાણી કરી ચૂકી છે.

શાહરૂખ ખાનની છેલ્લા 5 વર્ષની ફિલ્મોની વાત કરવામાં આવે તો, 2016માં આવેલી ‘ફેન’ 19.20 કરોડની ઑપનિંગ કરી હતી. 2015માં રિલીઝ થયેલી ‘દિલવાલે’એ 21.80 કરોડ રૂપિયાની ફર્સ્ડ ડે ક્લેકશન કર્યુ હતુ, જ્યારે 2014માં આવેલી ‘હેપ્પી ન્યૂ યર’એ લગભગ 45 કરોડ રૂપિયાનું ક્લેક્શન રિલીઝના દિવસે કર્યુ હતુ. 2013માં શાહરૂખની દીપિકાની સાથે આવેલી ફિલ્મ ‘ચેન્નાઇ એક્સપ્રેસ’ 33 કરોડની પહેલા દિવસે કમાણી કરી હતી.

શાહરૂખ-અનુષ્કા શર્મા સ્ટારર ‘જબ હેરી મેટ સેજલ’ને આગામી સપ્તાહમાં આવનારી ફિલ્મ ‘ટૉઇલેટ:એક પ્રેમ કથા’ તરફથી કૉમ્પિટિશન મળી શકે છે. ‘ટૉઇલેટ:એક પ્રેમ કથા’ માં અક્ષય કુમાર અને ભૂમિ પેંડનેકર જોવા મળશે. PM નરેન્દ્ર મોદીના ‘સ્વચ્છ ભારત અભિયાન’ પર બનેલી આ ફિલ્મ 11 ઓગસ્ટના રિલીઝ થશે

Related posts

બરોડા ક્રિકેટ એસોસિએશનની 83મી એજીએમમાં લેવાયા આ મહત્વપૂર્ણ નિર્ણય

Nilesh Jethva

સફાઈ/ ખોટી રીતે બ્રશ કરવાથી જલ્દી પડી જશે આપના દાંત, જાણો યોગ્ય રીત

Pravin Makwana

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ બાદ આ શહેરમાં રાત્રીના 10 વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો લેવાય શકે છે નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!