GSTV
Home » News » જેપી નડ્ડા ભાજપનાં કાર્યકારી અધ્યક્ષ બન્યા, BJP પાર્લામેન્ટ્રી બોર્ડે કર્યો નિર્ણય

જેપી નડ્ડા ભાજપનાં કાર્યકારી અધ્યક્ષ બન્યા, BJP પાર્લામેન્ટ્રી બોર્ડે કર્યો નિર્ણય

લોકસભા ચૂંટણીમાં ભારે બહુમતિ સાથે જીત મેળવ્યા બાદ દિલ્હીમાં આજે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. જેમાં પક્ષ પ્રમુખ અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતનાં પક્ષનાં સિનીયર નેતાઓ અને પદાધિકારીઓ હાજર રહ્યાં હતાં.

આજની બીજેપી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં  જગત પ્રકાશ નડ્ડાને ભાજપનાં કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા છે.  પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક વિશે જણાવતા વરિષ્ઠ ભાજપા નેતા અને દેશનાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાંવ્યું હતું કે, અમિત શાહે પાંચ વર્ષ સુધી પક્ષ પ્રમુખ તરીકે સફળ દાયિત્વ નિભાવ્યું હતું. હવે જ્યારે અમિત શાહ દેશનાં ગૃહ મંત્રી છે, ત્યારે તેમણે અન્ય નેતાને અધ્યક્ષ પદ આપવાનો આગ્રહ કર્યો હતો.   તેથી ભાજપ સંસદિય બોર્ડે નક્કી કર્યુ કે,જેપી નડ્ડા ભાજપનાં રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ રહેશે.

કોણ છે જેપી નડ્ડા?

જેપી નડ્ડાનાં નામે ઓળખાતા ભાજપનાં નવા કાર્યકારી અધ્યક્ષનું પુરૂ નામ જગત પ્રકાશ નડ્ડા છે. ગત મોદી સરકારમાં આરોગ્ય પ્રધાન રહેલા જેપી નડ્ડા આ વખતની ચૂંટણીમાં યુપી ભાજપનાં પ્રભારી હતાં. જેપી નડ્ડાનો જન્મ 2-ડિસેમ્બર,1960માં બ્રાહ્મણ પરિવારમાં ડો. નારાયણ લાલ નડ્ડાનાં ઘરે થયો હતો. તેમનું શિક્ષણ પટનાની સેન્ટ ઝેવિયર્સ સ્કુલમાં થયું હતું. પટના કોલેજ અને પટના યુનિવર્સીટીમાં બીએ અને એલએલબી સુધીનું શિક્ષણ મેળવ્યું હતું. 1993માં નડ્ડા પહેલી વખત હિમાચલ પ્રદેશ વિધાનસભા પહોંચ્યાં હતાં.

વર્ષ 2008થી 2010 સુધી નડ્ડા વન, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી રહ્યા હતાં. જ્યારે પૂર્વ કેન્દ્ર સરકારમાં કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હતાં. નડ્ડા 16 વર્ષની ઉંમરે જ રાજનિતીમાં આવ્યાં હતાં. તે સમયે બિહારમાં વિદ્યાર્થી આંદોલન ચરમસીમા પર હતું. 1977માં પટના વિશ્વ વિદ્યાલયમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં સચિવ તરીકે ચૂંટાયા અને 13 વર્ષ સુધી વિદ્યાર્થી પરિષદમાં સક્રિય રહ્યા હતાં.

READ ALSO

Related posts

આતંકી હુમલાની ગુપ્ત માહિતી પર જમ્મૂ કાશ્મીર અને પંજાબના સેના કેમ્પો પર ઓરેન્જ એલર્ટ

Kaushik Bavishi

Twitter થયું કડક, નેતાઓના વિવાદીત ટ્વિટને લાઈક અથવા શેર નહીં કરી શકે યૂઝર

Kaushik Bavishi

MTNL-BSNLનાં કર્મચારીઓ આનંદો, સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!