GSTV
Home » News » બ્રિટિશ લેખિકા હાલ નવા પુસ્તકો લખી રહ્યા છે, તો શું તેના પર નવી ફિલ્મ બનશે?

બ્રિટિશ લેખિકા હાલ નવા પુસ્તકો લખી રહ્યા છે, તો શું તેના પર નવી ફિલ્મ બનશે?

મંગળવાર બ્રિટિશ લેખિકા જે કે રોલિંગ હાલ હેરી પોટરની કથા ધરાવતાં એક સાથે ચાર પુસ્તકો પર કામ કરી રહી હોવાના અહેવાલ પ્રગટ થયા હતા. એનો અર્થ એ પણ છે કે હેરી પોટરની વધુ ચાર ફિલ્મો આવશે. અત્યાર અગાઉ હેરી પોટરની સિરિઝ ફિલ્મોએ દુનિયાભરમાં તહલકો મચાવી દીધો હતો અને ધરખમ કમાણી પણ કરી હતી. દુનિયાભરનાં બાળકોને આ કથાઓએ ઘેલું લગાડયું હતું.

જે કે રોલિંગે પોતે કહ્યું હતું કે હેરી પોટર, હાર્મની ગ્રેન્જર અને રોન વીઝલે વીચક્રાફ્ટ અને વીઝાર્ડ્રી (જાદુ મંત્ર તંત્ર)ની હૉગવાર્ટ સ્કૂલમાં ભણી રહ્યા છે એવી સ્ટોરી લાઇન પર આ વાર્તાઓ હશે. ‘બ્રિટિશ લાયબ્રેરી એક્ઝિબિશન અને એમાં રહેલાં પુસ્તકો પર આધારિત આ કથાઓ જાદુકલાની તવારીખને રજૂ કરશે’ એમ રોલિંગે કહ્યું હતું.

એણે વધુમાં પોટરમોર વેબસાઇટ પર કહ્યું કે આ વાર્તાઓમાં લોકકથા અને જાદુવિદ્યાને આવરી લેવાનો પ્રયાસ મેં કર્યો છે. આમ તો આ ચારે ટૂંકી વાર્તા છે પરંતુ એને વિસ્તારી શકાય એવી ક્ષમતા એમાં છે.

READ ALSO

Related posts

તમારા માટે લાભદાયક છે આ સરકારી યોજના, દર મહિને મળશે 10,000 રૂપિયા સુધી પેંશન

Mansi Patel

બારડોલીના ધારાસભ્ય ઇશ્વર પરમારનો આ વીડિયો સોશિયલ થયો વાયરલ

Nilesh Jethva

છોટાઉદેપુર : જુગારીઓને પકડવા ગયેલી પોલીસ પર હુમલો, વાતાવરણ તંગ બનતા પોલીસના ધાડા ઉતર્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!