GSTV

ફેસ અનલૉક અને ફુલ વ્યૂ ડિસ્પ્લે સાથે લૉન્ચ થયો આ સ્માર્ટફોન, કિંમત ફક્ત 3,999 રૂપિયા

Last Updated on September 21, 2018 by Bansari

ભારતમાં તાજેતરમાં જ એક શાનદાર સ્માર્ટફોન લૉન્ચ કપવામાં આવ્યો છે. iVOOMiએ ભારતમાં પોતાનો પ્રથમ સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. કંપનીએ દાવો કર્યો છે કે આઇવૂમી આઇપ્રો ભારતનો સૌથી સસ્તો ફુલ વ્યૂ ડિસ્પ્લે ધરાવતો સ્માર્ટફોન છે. આ દમદાર સ્માર્ટફોનની કિંમત ફક્ત 3,999 રૂપિયા છે. આઇવૂમી આઇપ્રોનું વેચાણ ફ્લિપકાર્ટ પર શરૂ થઇ ગયું છે. આ ફોનની ખાસિયતોની વાત કરીએ તો તેમાં ફેસ અનલૉક, ટાઇમ લેપ્સ વીડિયો રેકોર્ડિંગ અને એમઆર ઇમોજી સહિત અનેક ફિચર્સ છે.

આઇવૂમી આઇપ્રો સાથે મળશે આ ફિચર્સ

આ ફોનની સાથે જિયો તરફથી 2200 રૂપિયાનું કેશબેક પણ મળી રહ્યું છે. કેશબેક માટે તમારે 198 રૂપિયા અને 299 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. આ શાનદાર ફોનનું વેચાણ ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર શરૂ થઇ ગયું છે.

આઇવૂમી આઇપ્રોના સ્પેસિફિકેશન્સ

આ ફોનમાં 4.95 ઇંચની ડિસ્પ્લે છે. કંપનીનો દાવો છે કે ડિસ્પ્લે શેટરપ્રૂફ છે. ફોનમાં 1.3GHzનું ક્વૉડકોર મીડિયાટેક MTK 6737 પ્રોસેસર, 1જીબી રેમ અને 8જીબીની સ્ટોરેજ આપવામાં આવી છે જેને 128જીબી સુધી એક્સપાન્ડ કરી શકાશે.

ફોનમાં 5 મેગાપિક્સલનો ફ્રેન્ટ કેમેરા અને 5 મેગાપિક્સલનો રેર કેમેરા આપવામાં આવ્યો છે. એલઇડી ફ્લેષ લાઇટ ફક્ત રેર કેમેરા માટે છે. ફ્રન્ટ કેમેરા સાથે બ્યૂટી મોડ મળશે. આ ઉપરાંત આઇવૂમી આઇપ્રોમાં 2000mAhની બેટરી, કનેક્ટિવીટી માટે બ્લૂટૂથ, 4જી વીઓએલટીઇ અને ડ્યુઅલ સિમ સપોર્ટ જેવા દમદાર ફિચર્સ મળશે.

Related posts

7 દિવસમાં તૈયાર થઇ જશે ફસલ! બાલકનીથી લઇ બેડરૂમ સુધી ઉગાડી શકો છો, લાખોની થશે કમાણી

Damini Patel

મેઘ મલ્હાર/ રાજ્યમાં વરસાદ બાદ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ, ગુજરાતના આ મિનિ કાશ્મીરમાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

Bansari

મોટી રાહત: એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર વોટ્સએપ અથવા મિસ્ડ કરીને પણ બુક કરાવી શકશો ગેસ સિલેન્ડર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!