GSTV

ચમત્કાર / IVF ટેક્નોલોજીએ સર્જ્યો એક નવો રેકોર્ડ, દેશમા પહેલીવાર આ તકનીકનો ઉપયોગ કરીને ભેંસે આપ્યો બચ્ચાને જન્મ

Last Updated on October 25, 2021 by Zainul Ansari

આજકાલ વિજ્ઞાને એટલી બધી પ્રગતિ કરી લીધી છે કે, હાલના સમયમા કઈપણ કરવુ અશક્ય નથી. ઘણીવાર તો વિજ્ઞાનના ચમત્કારના આવા સમાચારો સામે આવે છે, જેને જાણ્યા પછી ચોંકી જશો.તાજેતરનો કેસ ગુજરાતનો છે.તેના વિશે જાણીને તમને ચોક્કસ આશ્ચર્ય થશે. એમ તો તમે નિઃસંતાન યુગલોને IVF ટેકનીક દ્વારા સંતાનની ખુશી મળવાના સમાચાર તો સાંભળ્યા જ હશે.પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે આ ટેકનિક દ્વારા કોઈ પ્રાણીએ પોતાના બચ્ચાને જન્મ આપ્યો હોય.

તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે, IVF ટેકનિકનો ઉપયોગ કરીને ગુજરાતના સોમનાથ જિલ્લામાં બન્ની બ્રીડના ભેંસે બચ્ચાને જન્મ આપ્યો છે. આ ભેંસ ગીર સોમનાથના ધાણેજ ગામના ડેરી ખેડૂતની છે. પશુપાલન અને ડેરી મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, બન્ની જાતિની ભેંસ દ્વારા પ્રથમ વખત IVF ની તકનીકનો ઉપયોગ કરીને બચ્ચાને જન્મ આપ્યો હતો.

તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, આ ભેંસનું 6 વાર IVF તકનીકનો ઉપયોગ કરીને ગર્ભાધાન કર્યા બાદ આ વાછરડાનો જન્મ થયો છે. એક અધિકારીએ જણાવ્યુ કે, આ તકનીક દ્વારા અમારો ઉદ્દેશ્ય જિનેટિકલી સારી ભેંસોની સંખ્યા વધારવાનો છે, જેથી દૂધના ઉત્પાદનમા પણ વૃદ્ધિ થઇ શકે છે.

પશુપાલન અને ડેરી મંત્રાલયે ટ્વીટ કર્યું, “દેશમાં બન્ની નામની ભેંસની પ્રજાતિના IVF દ્વારા પહેલા બચ્ચાના જન્મના સારા સમાચાર જાહેર કરતાં આનંદ થાય છે. સુશીલા એગ્રો ફાર્મ્સના ખેડૂત વિનય એલ વાળાએ IVF ટેકનીક દ્વારા છ બન્ની પ્રકારની ભેંસ ગર્ભવતી થઈ. તેમાંથી આ પહેલી ભેંસ છે કે, જેણે બચ્ચને જન્મ આપ્યો છે.

Read Also

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!