GSTV

ડોનાલ્ડ ટ્રમ્પની સાથે દિકરી ઈવાંકા પણ આવશે ભારત, જમાઈ છે પ્રતિનિધિમંડળનો ભાગ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રવાસ સોમવારે શરૂ થવાનો છે. નવી દિલ્હીથી લઈને અમદાવાદમાં તેમના ભારત પ્રવાસની તૈયારીઓ થઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિની સાથે તેમની પત્ની મેલાનિયા પણ ભારત આવી રહી છે. એટલું જ નહીં ટ્રમ્પની દિકરી ઈવાંકા અને જમાઈ જેરેડ પણ પ્રતિનિધિમંડળમાં શામેલ થશે. અમેરિકી રાષ્ટ્રપતિ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતમાં રહેશે. ટ્રમ્પની સાથે એક મોટું પ્રતિનિધિમંડળ ભારત આવશે. જે દ્વિપક્ષિય વાતમાં સામેલ રહેશે.

ઈવાંકા ટ્રમ્પનો આ બીજો ભારત પ્રવાસ છે. આ પહેલા તે એક ગ્લોબલ ઈવેન્ટમાં અતિથીના રૂપમાં હૈદરાબાદ આવી હતી. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમનો ભાગ બન્યા બતા અને બન્ને નેતાઓએ એખ રોબાટ સાથે વાતચીત કરી હતી.

અમેરિકી પ્રતિનિધિમંડળમાં કોણ-કોણ રહેશે શામેલ?

  • ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકી રાષ્ટ્રપતિ
  • મેલાનિયા ટ્રમ્પ, અમેરિકાના ફર્સ્ટ લેડી
  • ઈવાંકા ટ્રમ્પ, અમેરિકી રાષ્ટ્રપતિની દિકરી અને સલાહકાર
  • જેરેડ કુશનર, અમેરિકી રાષ્ટ્રપતિના જમાઈ અને સલાહકાર
  • રોબર્ટ લાઈથીઝર, ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ
  • રોબર્ટ ઓબ્રાયન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર
  • સ્ટીવ મ્નુચિન, ટ્રેઝર સેક્રેટરી
  • વિલ્બર રોસ, કોમર્સ સેક્રેટરી
  • મિક મ્યુલેનેવી, બજેટ-મેનેજમેન્ટ સેક્રેટરી

અબકી બાર પુરા પરિવાર

ડોનાલ્ડ ટ્રમ્પનો આ પહેલો ભારત પ્રવાસ છે અને આ વખતે તેનો પરિવાર પણ સાથે આવી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ સૌથી પહેલા અમદાવાદ જશે. જ્યાં તે સાબરમતી આશ્રમ જશે. આ ઉપરાંત તે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેશે. જ્યાં એક લાખથી વધુ લોકો સામેલ થશે.  

એક કરોડ લોકો રહેશે હાજર?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવવા માટે ઉત્સુક છે. જેનો દર બે ત્રણ દિવસે પોતાના ભાષણમાં તેઓ ઉલ્લેખ કરતાં રહે છે. ત્યારે ફરી એક વખત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે એવો દાવો કર્યો છે કે, અમદાવાદ જશે તો લગભગ એક કરોડ જેટલા લોકો તેમનું સ્વાગત કરશે. જો કે આ પહેલી વખત નથી. ડોનાલ્ડ ટ્રમ્પ આ પહેલા પણ 50 લાખ અને 70 લાખ લોકો તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરશે તેવી વાતો ઉચ્ચારી ચૂક્યા છે. પણ આ વચ્ચે સત્યતા એ છે કે અમદાવાદની કુલ વસતિ 64 લાખ છે.

હું બિટલ્સ જેટલો પોપ્યુલર થઈ ચૂક્યો છું

અમેરિકાના કોલરાડોમાં એક જનસભાને સંબોધિત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે, ‘મેં સાંભળ્યું છે કે ત્યાં 10 મિલિયન (1 કરોડ) લોકો સ્ટેડિયમ સુધી સ્વાગત કરવા માટે ઉભા હશે. જે સંખ્યા લગભગ 6થી 10 મિલિયન સુધીની હોય શકે છે, ત્યાં એટલી બધી ભીડ હશે કે માનો હું બિટલ્સ જેટલો પોપ્યુલર થઈ ચૂક્યો છું. આટલી બધી ભીડથી તો સ્ટેડિયમ પણ ફુલ થઈ જશે અને લોકોને બહાર ઉભા રહેવાનો વારો આવશે.’

આ પહેલા એક નિવેદનમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે 5 મિલિયનની વાત ઉચ્ચારી હતી તો હવે 7 મિલિયનનો દાવો કરી રહ્યા છે. આ પહેલાં પણ ટ્રમ્પે એવું નિવેદન આપ્યું હતું કે હવે 50 હજારની સભાને સંબોધવામાં મઝા જેવું નથી. તેમણે મોદીની વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, મોદીએ મને કહ્યું છે ત્યાં 50થી 70 લાખ લોકોનું માનવ મહેરામણ ઉમટશે.

Read Aslo

Related posts

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva

ગુજરાતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતી, વૈશ્વિક મૃત્યુદરમાં ગુજરાતનું પાંચમુ સ્થાન

Pravin Makwana

14 એપ્રિલ પછી પણ રહેશે Lockdown? WHOના નામ પર Viral થઈ રહેલા આ મેસેજનું શું છે સત્ય?

Arohi
Do NOT follow this link or you will be banned from the site!