GSTV
Home » News » પોતાના મોંઘાદાટ ડ્રેસના કારણે ચર્ચામાં રહે છે ઇવાન્કા ટ્રમ્પ,જુઓ તસવીરો

પોતાના મોંઘાદાટ ડ્રેસના કારણે ચર્ચામાં રહે છે ઇવાન્કા ટ્રમ્પ,જુઓ તસવીરો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી અને સલાહકાર ઇવાન્કા ટ્રમ્પ હૈદરાબાદમાં શરૂ થઇ રહેલ ત્રણ દિવસીય ગ્લોબલ એન્ટરપ્રેન્યોરશિપ સમિટ(જીઇએસ)માં ભાગ લેવા માટે ભારત આવી પહોંચી છે. ઇવાંકા અમેરિકાની એક બિઝનેસ વુમન છે. તેના ગણતરી એક પાવરફુલ બિઝનેસવુમનમાં કરવામાં આવે છે. તે ફેશન મોડેલિંગ ઇન્ડસ્ટ્રી સાથે પણ જોડાયેલી છે. ડોનાલ્ડ ટ્ર્રમ્પની જેમ તેમની પુત્રી ઇવાંકા પણ ખૂબ જ ચર્ચામાં રહેતી હોય છે.

36 વર્ષીય ઇવાંકા પોતાના મોંઘાદાટ કપડાના કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. પરંતુ અમેરિકામાં ઘણા લોકો તેના આ મોંધાદાટ કપડાના કારણે તેની નિંદા પણ કરે છે. મોટાભાગે ઇવાંકા પોતાના ડ્રેસ જાતે જ ડિઝાઇન કરતી હોય છે, જેને ખૂબ જ પસંદ પણ કરવામાં આવે છે. ઇવાંકા પોતાના નામે કપડા પણ લોન્ચ કરી ચુકી છે, જે સરળતાથી ઓનલાઇન મળી જાય છે. ઇવાંકા ભલે મોડલ ન હોય પરંતુ તેની પર્સનાલીટી ખૂબ જ આકર્ષક છે. જેના માટે તે ઘણી ચર્ચામાં રહે છે.

તે ઘણી મેગેઝીનમાં કવર ગર્લ પણ રહી ચુકી છે. 16 વર્ષની ઉંમરે તે પહેલી વાર સિક્સટીન મેગેઝીનની કવર ગર્લ બની હતી, જે 1997માં ફીટર થઇ હતી.

ત્યારબાદ તે બાઝાર, ટાઉન એન્ડ કન્ટ્રી, ફોર્બ્સ, ગુડ હાઉઝિંગ, રેડ બુક, શેપ, મૈરી ક્લેયર, એલે ડેકોર મેગેઝીનની પણ કવર ગર્લ રહી ચુકી છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી સક્રિય રહે છે. ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પર તે ઘણા ફોટો અપલોડ કરે છે

Related posts

પ્રાણઘાતક પ્રેમ, નવસારીમાં પ્રેમીએ પ્રેમિકાના પતિની કર્યા હત્યા કરવાના પ્રયાસ

Mansi Patel

કચ્છમાં ગુનેગારો બેફામ, ધોળા દિવસે આંગડિયા પેઢીમાં લાખોની લૂંટ

Nilesh Jethva

ખુદ ડોક્ટરો જ આવ્યા ડેન્ગ્યુંની ઝપેટમાં, હોસ્પિટલના બેડ પર આપી પરીક્ષા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!